________________
પુનઃ માયા હોવાથી અનિવાર્યતાને પણ સ્વીકારે છે.
(૬) બીજા વેદાન્તીઓ શૂન્યવાદી બૌદ્ધની જેમ વસ્તુની અસત્તા સ્વીકારી માયિક હોવાથી પુનઃ અવક્તવ્યા પણ માને છે.
(૭) બીજા માયા-વેદાંતીઓ-નૈયાયિકોની જેમ કાળભેદથી વસ્તુની સત્તા તથા અસત્તા સ્વીકારી પુનઃ માયિક હોવાથી અનિર્વાચ્યતા સ્વીકારે છે.
આ પ્રમાણે ઉપરનાં દર્શની વસ્તુની એક જ ભંગીને સ્વીકારી પોત-પોતાની રીતિએ અર્થ વિજ્ઞાનની સાધનમાં મશગૂલ રહે છે.
જ્યારે જૈન દર્શન સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યાનો સ્વીકાર કરે છે. અન્ય દર્શનકારો પોતાની વ્યાખ્યા “એવ' કારથી નિશ્યયતાપૂર્વક કરે છે. જેમકે સાંખ્યદર્શનકાર “પતિ ' એ એક જ અસ્તિત્વ ધર્મને કેવળ એકાંતે વસ્તુની સત્તાનું જ વર્ણન કરે છે. જ્યારે જૈન દર્શન “ચાલું ધોગતિ' કથંચિત્ ઘટ પણ છે, એવી સાપેક્ષ વ્યાખ્યા દ્વારા વસ્તુ વિપુલતાનો વિશેષ રીતિથી વર્ણન કરે છે.
જીવ આદિ પદાર્થોમાં અસ્તિત્વ ધર્મોના વિષયમાં જ્યારે પ્રશ્ન થાય છે, ત્યારે પ્રત્યક્ષથી અબાધિત અલગ-અલગ ધર્મોની-સાત્ પદથી યુક્ત સાત પ્રકારની જે વિચારધારા તેને સપ્તભંગી કહેવામાં આવે છે.
જો કે નય અને ભંગી સાત જ છે, એમ નથી. જેટલી જગતમાં વસ્તુઓ છે. તેટલા નય, તેટલી ભંગીઓ થઈ શકે છે પરંતુ બાળ જીવો સુંદર અને સરળ રીતે સમજી શકે તેટલા માટે દરેકમાંથી મૂળ, મુખ્ય અને આધારભૂત સાત તત્ત્વોની સુગમ રીતિથી શાસ્ત્રવેત્તાઓએ પ્રરૂપણા કરી છે.
(૧) દ્રિત્યેવ - આ સપ્તભંગીની વિધિપ્રરૂપણાનો નિર્ધામક પ્રથમ ભાંગો છે. સ્માત એટલે કથંચિત-મતલબ કે દુનિયામાં જેટલી ચીજો છે તે સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાથી વિદ્યમાન છે.
અહીં જે “એવ' કાર લગાડવામાં આવ્યો છે, તે અનિષ્ટ વસ્તુના નિવારણના અર્થે તેથી જે અનભિમત વસ્તુ છે તેનું નિરાકરણ થાય છે.
વાવચેડવધાર તાવતું, નિણાર્થનિવૃત્ત'-(તત્ત્વાર્થશ્લોક વાર્તિક) વાક્યમાં જે એવ શબ્દ છે, તે અનિષ્ટાર્થની નિવૃત્તિ માટે છે.
યદિ એવ શબ્દ સંયુક્ત વાક્ય પ્રયોગ ન થાય તો જે અનભિમત વસ્તુ છે તેનું પણ ગ્રહણ થઈ જાય.
એટલા માટે “સાચેવ' એ વાક્ય પ્રયોગ કરવો જોઈએ. આ પ્રથમ ભંગના આધારે વસ્તુની સ્વયોગ્ય સ્થિતિનું ભાન-સત્તા સૂચિત થાય છે. યથા
સૌજન્ય : શ્રી માણેકલાલ લહેરચંદ શાહ (ધીણોજવાળા), મુંબઈ
(૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org