________________
OOOES
પહોંચ્યા છે. શ્રદ્ધાવંત શ્રાવકો, વિદ્વાન્ જૈન પંડિતો અને ચારિત્રસંપન્ન મહાત્માઓ તૈયાર કરવાનો મહાયજ્ઞ આરંભીને બેઠેલી આ જ્ઞાનશાળા જૈન શાસનનું ગૌરવ છે.
ગામે ગામે સ્થપાયેલી સાધુ-સાધ્વી ભગવંતોની પાઠશાળાઓની, સંઘે સંઘે ચાલતી પાઠશાળાઓની જન્મદાત્રી આ પાઠશાળાને ચાલુ વર્ષે સો વર્ષ પૂર્ણ થયાં છે. સો-સો વર્ષની ગૌરવવંતી લાંબી પરંપરા ધરાવનાર પાઠશાળાએ પણ અનેક ચડાવ-ઉતાર જોયા છે. તે તમામ ઇતિહાસ ગ્રંથસ્થ કરવા જેવો ખરો, તથા આ નિમિત્તે સ્વાધ્યાય પણ થાય તો સંસ્થા પ્રત્યેના ઋણમાંથી યત્કિંચિત્ મુક્તિ મળે તેવી ઉચ્ચ ભાવનાથી આ શતાબ્દીગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે.
વીતેલાં વર્ષોની જેમ જ આવતાં વર્ષોમાં આ સંસ્થા અવિરત, અવિચ્છિન્નપણે શ્રુતજ્ઞાનની ગંગા વહેવરાવતી રહે તે માટે પૂ. આચાર્યભગવંતોએ અંતરના શુભ આશીર્વાદ પાઠવ્યા છે, જે ગ્રંથની આદિમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સંસ્થામાં અભ્યાસપૂર્ણ કરી અથવા અભ્યાસ કરતાં કરતાં જ આત્મકલ્યાણ માટે મહામંગલકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર વિશિષ્ટ મહાત્માઓની નોંધ સાથે અને સંસ્થામાં અભ્યાસ કરી તૈયાર થયેલ અને તૈયાર થયા પછી શ્રી સંઘને જ પોતાનું જીવન સમર્પિત કરનાર વિશિષ્ટ વિદ્વાનોનો પરિચય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ વિદ્વાન્ પંડિતો તથા સાધુ ભગવંતોએ લખેલ લેખ આપવામાં આવ્યા છે.
છેલ્લા વિભાગમાં સો વર્ષનું સરવૈયું કહી શકાય તેવી વિગતો આપવામાં આવી છે. આવી વિગતો આત્માર્થીઓ માટે અનુપયોગી ગણાય પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ તો મૂલ્યવાન ગણી શકાય. તેમ જ વિશિષ્ટ સેવા આપનાર વિદ્વાન્ પંડિતોની, શિક્ષકોની અને દાતાઓની અનુમોદના થઈ શકે તે માટે પણ આ વિભાગની માહિતી ઉપયોગી થઈ શકે તેવી છે. આથી આ ગ્રંથ માત્ર શતાબ્દી વર્ષની યશોગાથા ગાતો ગ્રંથ નથી પણ સો-સો વર્ષની સુદીર્ઘ પરંપરાની આછી પણ અનેક ઉપયોગી માહિતી પૂરી પાડતો ઉપયોગી ગ્રંથ છે.
આ ગ્રંથના સંપાદક મંડળને અભિનંદન આપવા ઘટે. પૂ. આચાર્ય ભગવંતો, જૈનવિદ્વાનો અને પ્રબુદ્ધ શ્રાવકોનો સંપર્ક સાધી સંશોધન લેખો, ચિંતનાત્મક લેખો એકત્ર કર્યા છે એટલું જ નહીં પરંતુ તમામ લેખોનું સૂક્ષ્મ અવલોકન કર્યા પછી જ છાપવા માટે પસંદ કર્યા છે. આ કાર્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org