________________
ઉપાધિથી સમાધિ તરફની યાત્રા – સમાધિ શતક
આ. વિજય ભદ્રગુપ્તસૂરિ
ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વરચિત “સમાધિશતક' નામના ગુજરાતી કાવ્યમાં “આત્મજ્ઞાની'ની પરિભાષા કરતાં કહે છે :
રાચે સાચે ધ્યાન મેં, જાએ વિષય ન કોઈ,
નાચે માચે મુગતિ-રસ, આતમજ્ઞાની સોઇ. • આત્મજ્ઞાની સાચા આત્મધ્યાનમાં રાચે છે. • તે ઇન્દ્રિયોના વિષયો ઇચ્છતો નથી, યાચતો નથી.
• તે મુક્તિનાં જ ગાન ગાય છે અને મુક્તિના લયમાં નાચે છે. ઉપાધ્યાયજી કહે છે :
કેવલ આતમબોધ હૈ, પરમારથ શિવપંથ !'
પારમાર્થિક મોક્ષમાર્ગ એ માત્ર આત્મજ્ઞાન જ છે !.
સમાધિશતક' માં તેમણે આ જ વાત વિવિધ તર્કોથી અને શાસ્ત્રવચનોથી સમજાવી છે. પરંતુ, તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઉત્તમ હોય છતાં જ્યાં સુધી એ જનસામાન્ય સુધી સરળ શૈલીમાં ન પહોંચે ત્યાં સુધી કેવળ કાવ્યશાસ્ત્ર વિનોદ બનીને જ્ઞાનીઓનું ટૂંપણું બનીને ઠાલા અહંકારનું ઉપસ્થાન બની રહે છે.
આત્મસાક્ષાત્કાર બધાના માટે શક્ય ન બને, પરંતુ આત્મભાવ કેળવવાનું તો બધા માટે શક્ય છે અને જીવનની સાર્થકતા માણવા, આત્મજ્ઞાન જરૂરી છે. પ્રત્યેક મનુષ્ય સ્વસ્થ જીવન મારે આત્મજ્ઞાનના પવિત્ર ઝરણામાં સ્નાન કરવાનું છે. આપણી સરેરાશ ઝંખના સુખી થવાની હોય છે. સુખી થવા માટે સ્વસ્થ થવું જ પડે. અને સ્વસ્થતા આત્મજ્ઞાન-આત્મભાવ વગર પ્રાપ્ત થતી નથી.
આત્મરમણતા કેળવાય તે આપણો યાત્રાપથ છે. આત્મસાક્ષાત્કાર આપણું લક્ષ્ય હોય, એ લક્ષ્ય પર પહોંચવાનું ન બને તોય એ પથ પર ચાલવામાં આનંદ મળે ! આપણા જેવા અનેક ભલે લક્ષ્યસિદ્ધિ ન પામે, પરંતુ એ દિશામાં જેટલી મજલ કપાય તેટલી કાપવામાં પણ પરિતોષ પ્રાપ્ત થાય છે ! આમ આત્મભાવ કેળવાય તેમાં પ્રતીક્ષા અને પ્રતીતિ વચ્ચેના સુમેળનું સૌન્દર્ય
સૌજન્ય : શ્રી મહેન્દ્રકુમાર બાબુલાલ શાહ, સુરત
(૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org