________________
વિ. સં. ૧૯૮૯માં પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ આ સંસ્થામાં મૅનેજર તરીકે જોડાયા પછી તેમને લાગ્યું કે સમાજમાં વ્યાવહારિક કેળવણી અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવાથી સમાજની ભણેલ વ્યક્તિઓમાં પણ સમ્યજ્ઞાનનું મહત્ત્વ સમજાવી શકનાર સારા ધાર્મિક અધ્યાપકો તૈયાર કરવા જેવા છે. તે માટે મૅટ્રિક ભણેલ દશ વિદ્યાર્થીઓને દાખલ કરી ધાર્મિક જ્ઞાન ભણાવી સારા વિદ્વાન અને પ્રસારક કરવા તેવી યોજના કરી.
પરીક્ષક શ્રી વાડીલાલ મગનલાલ રસિકલાલ શાન્તિલાલ મહેતા
આ યોજનામાં અન્ય અભ્યાસીઓ સાથે વઢવાણથી શ્રી વાડીભાઈ પણ આ સંસ્થામાં સં. ૧૯૯૧ ના શ્રાવણ માસમાં દાખલ થયા.
તેઓ ત્રણ વર્ષ સુધી આ સંસ્થામાં રહી પંચ પ્રતિક્રમણથી કમ્મપયડી સુધીનો ધાર્મિક અભ્યાસ તથા સંસ્કૃત બે બુક સુધીનો અભ્યાસ કર્યો.
વિ. સં. ૧૯૯૪ ના આસો મહિનામાં આ સંસ્થામાં પરીક્ષક તરીકે જોડાયા.
તેઓએ ભારતભરની લગભગ બધી જ પાઠશાળાઓની મુલાકાત તથા પરીક્ષા લીધી છે. શક્ય હોય ત્યાં ઇનામી સમારંભ પણ કરાવ્યા છે.
ઇનામી મેળાવડામાં તેમના પહાડી શ્રાવ્ય અવાજથી અને સમ્યજ્ઞાનની મહત્તાના મુદ્દાઓને સાંભળી શ્રોતાઓ તેમને સતત સાંભળવાને ખૂબ જ ઉત્સુક બનતા.
પાઠશાળાની ત્રુટિઓ અંગે તેના કાર્યકર્તાઓને અને સંઘના વહીવટદારોને જરા પણ શેહશરમ રાખ્યા વિના કહેતા અને પાઠશાળાના વિકાસ અંગે સચોટ માર્ગદર્શન આપતા. સંઘના કાર્યકર્તાઓ પણ તેમની સલાહ મેળવી પાઠશાળાની પ્રગતિ અંગે ઇનામી યોજનાઓ, સામાયિક, સ્નાત્રપૂજા, પરીક્ષા વગેરે યોજનાઓ કરી પાઠશાળાને વેગવંતી અને ગાજતી વાજતી બનાવતા.
તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે કેટલાંક ગામોમાં અને સંઘોમાં પડેલ મતભેદો પણ તેમની સમજાવટથી નિવારાયા હતા. અને તેથી દરેક સંઘોમાં પણ આદરણીય અને સન્માનનીય બનતા.
શ્રી જૈન સમાજમાં જ્ઞાનના બહોળા પ્રચાર માટે અથાગ પરિશ્રમ કરવાથી આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોમાં પણ એક શ્રદ્ધાગુણસંપન્ન અને સારા વક્તા તરીકે જાણીતા
સૌજન્ય : શ્રી એક સગૢસ્થ, પાટણ
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org