________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮
૮૫
આ જ રીતે ઉચ્છ્વાસવાળી ૨૮માં સુસ્વરનો ઉદય ભેળવતાં ૨૯નો ઉદય અને તેમાં પણ પ્રતિપક્ષીના લીધે ૮ ઉદયભાંગા તથા સ્વરના અનુદયે ઉદ્યોત મેળવતાં પણ ૨૯નો ઉદય થાય છે. પણ ત્યાં ૧ ઉદયભાંગો એમ કુલ ૨૯ના ઉદયે ૯ ઉદયભાંગા થાય છે તથા સુસ્વરવાળી ૨૯ પ્રકૃતિઓમાં ઉદ્યોત મેળવતાં ૩૦નો ઉદય થાય છે. ત્યાં પણ ૧ ઉદયભાંગો થાય છે. સારાંશ કે જ્યાં જ્યાં ઉદ્યોતનો ઉદય છે ત્યાં ત્યાં સર્વે પ્રકૃતિઓ શુભ જ હોવાથી ૧ ઉદયભાંગો થાય છે અને જ્યાં જ્યાં ઉદ્યોત નથી ત્યાં ત્યાં ૮ ઉદયભાંગા થાય છે. આ પ્રમાણે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ના ઉદયસ્થાનોમાં અનુક્રમે ૮+૮+૯+૯+૧=૩૫ ઉદયભાંગા વૈક્રિય મનુષ્યના થાય છે. આહારક મનુષ્યને ૫ ઉદયસ્થાનક અને ૭ ઉદયભાંગા -
આહારક શરીરની વિકુર્વણા કરીને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રશ્ન પૂછવા આદિના કારણે ગમનાગમન કરનારા મુનિને ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ આમ પાંચ ઉદયસ્થાનો હોય છે. આ શરીરવાળા આત્માઓ છઠ્ઠા સાતમા ગુણઠાણાવાળા હોવાથી સર્વે શુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. કોઇ પણ પ્રતિપક્ષી ઉદયમાં હોતી નથી. તેથી ૨૫ના ઉદયે ૧, ૨૭ના ઉદયે ૧, ૨૮ના ઉદયે ઉચ્છવાસ સાથે ૧ અને ઉદ્યોત સાથે ૧ એમ કુલ ૨, ૨૯ના ઉદયે પણ સુસ્વર સાથે ૧ અને ઉદ્યોત સાથે ૧ એમ કુલ ૨ અને ૩૦ના ઉદયે ઉદ્યોત સાથે ૧ આમ કુલ ૭ ઉદયભાંગા હોય છે. આ આહારકશરીરીના ૨૫ આદિ ઉદયસ્થાનોમાં વૈક્રિય શરીરને બદલે આહારક શરીર અને વૈક્રિય અંગોપાંગને બદલે આહારક અંગોપાંગ વગેરે ફેરફાર સ્વયં સમજી લેવો. કેવલી મનુષ્યનાં ૧૦ ઉદયસ્થાનક અને ૮ (૬૨) ઉદયભાંગા
તેરમા ચૌદમા ગુણસ્થાનકે વર્તતા સર્વજ્ઞ કેવલજ્ઞાની પરમાત્મા બે પ્રકારના હોય છે. (૧) તીર્થંકર પ્રભુ અને (૨) અતીર્થંકર પ્રભુ (એટલે કે સામાન્ય કેવલી). તીર્થંકર પ્રભુને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે તથા તે તીર્થંકર નામકર્મરૂપ તીવ્ર પુણ્યોદયના કારણે સર્વે પુણ્યપ્રકૃતિઓ જ ઉદયમાં આવે છે. પ્રતિપક્ષી અશુભ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી અને અતીર્થંકર (સામાન્ય કેવલી) પ્રભુને તીર્થંકર નામકર્મનો ઉદય હોતો નથી. તેથી સંસ્થાન - વિહાયોગતિ અને સ્વર આ ત્રણ પ્રકૃતિઓ પ્રતિપક્ષીપણે ઉદયમાં હોય છે. કોઇને શુભ અને કોઇને અશુભ. બાકીની બધી પ્રકૃતિઓ શુભ જ ઉદયમાં હોય છે.
-
કેવલી સમુદ્દાતમાં ૩
૪ - ૫ સમયે કેવલી પ્રભુના આત્માનો ઘણો ખરો ભાગ ઔદારિક શરીર બહાર પ્રવર્તતો હોવાથી, ત્યાં ઔદારિક શરીરની પ્રવૃત્તિ ન હોવાથી ‘માત્ર તૈજસ - કાર્મણ શરીરની જ પ્રવૃત્તિ હોવાથી' એકલો કાર્પણ કાયયોગ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org