________________
.
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮
૮૩
શરીરાદિને બદલે વૈક્રિયશરીરાદિ હોવાથી ઉદયસ્થાનક અને ઉદયભાંગા જુદા ગણાય છે. વૈક્રિયશરીરની રચના કરે ત્યારે તે શરીરમાં અસ્થિ (હાડકાં) ન હોવાથી સંઘયણનો ઉદય હોતો નથી તથા સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશ આ ત્રણ જ પ્રકૃતિઓ પ્રતિપક્ષીપણે ઉદયમાં આવતી હોવાથી સર્વઠેકાણે આઠ-આઠ જ ઉદયભાંગા થાય છે.
તથા વૈક્રિયશરીર બનાવનાર તિર્યંચોએ (તથા મનુષ્યોએ) જો કે પોતાના મૂલ ઔદારિક શરીરને આશ્રયી છએ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે. તેથી નિયમા લબ્ધિપર્યાપ્તા અને કરણપર્યાપ્તા જ છે. તો પણ વૈક્રિય શરીરની રચના કરે ત્યારે વૈક્રિય શરીર સંબંધી પર્યાપ્તિઓ નવી કરવી જ પડે છે. (માત્ર વિગ્રહગતિ હોતી નથી તેથી ૨૧નો ઉદય વૈક્રિયશરીરને સંભવતો નથી પણ) સા. તિર્યંચનાં જે ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧નાં ઉદયસ્થાનો કહ્યાં છે તેમાંથી ૧ સંઘયણ બાદ કરવાથી બનેલાં ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ પાંચ ઉદયસ્થાનો હોય છે. સર્વ ઠેકાણે સુભગદુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશ આ ત્રણ જ પ્રતિપક્ષી પ્રકૃતિ હોવાથી ૮૮ ઉદયભાંગા હોય છે.
(૧) તિર્યંચગતિ, (૨) પં. જાતિ, (૩) વૈક્રિય શરીર, (૪) વૈ. અંગોપાંગ, (૫) સમચતુરસ્ર સં., (૬) ઉપઘાત, (૭) ત્રસ, (૮) બાદર, (૯) પર્યાપ્ત, (૧૦) પ્રત્યેક, (૧૧) સુભગ-દુર્ભાગમાંથી ૧, (૧૨) આદેય-અનાદેયમાંથી ૧, (૧૩) યશઅયશમાંથી ૧ અને ૧૨ ધ્રુવોદયી મળીને કુલ ૨૫નો ઉદય વૈક્રિય શરીરની રચના કરતા પંચેન્દ્રિય તિર્યંચોને વૈક્રિય શરીર સંબંધી શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી હોય છે અને તેના ૮ ઉદયભાંગા થાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત અને શુભવિહાયોગતિ ભેળવતાં ૨૭નો ઉદય અને તેના ૮ ભાંગા થાય છે. ૨૭માં ઉચ્છવાસનો ઉદય ભેળવતાં અથવા ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતનો ઉદય ભેળવતાં બંને રીતે ૮+૮=૧૬ ઉદયભાંગા થાય છે. ઉચ્છ્વાસવાળી ૨૮માં સુસ્વર અથવા ઉદ્યોત ભેળવવાથી ૨૯નો ઉદય થાય છે અને બંને સ્થાને ૮+૮ ઉદયભાંગા થાય છે. કુલ ૨૯ના ઉદયે ૧૬ ઉદયભાંગા જાણવા. સ્વર સહિત આ ૨૯માં પછીથી ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૦નો ઉદય થાય છે. તેમાં ૮ ઉદયભાંગા થાય છે. આ રીતે વૈક્રિય તિર્યંચને આશ્રયી ૨૫ ૨૯ ૩૦ એમ પાંચ ઉદયસ્થાનકો અને તેના અનુક્રમે ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગા થાય છે. એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, સામાન્ય પં. તિર્યંચના ૪૯૦૬ અને વૈક્રિય પં. તિર્યંચના ૫૬, આમ સર્વે મળીને તિર્યંચ ગતિમાં ૨૧ અને ૨૪ થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનકો અને કુલ ૫૦૭૦ ઉદયભાંગા થાય છે.
૨૭ - ૨૮
Jain Education International
–
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org