________________
૭૨
ગાથા : ૨૬
છઠ્ઠો કર્મગ્રંથ વિહાયોગતિ અને સ્વર આમ ૪ પ્રકૃતિઓ ઉમેરવાથી ર૯નું બંધસ્થાનક થાય છે. આ બંધસ્થાનક પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય હોવાથી અપર્યાપ્ત ને બદલે પર્યાપ્ત નામકર્મ લેવું અને તિર્યંચની જેમ ૯ પ્રકૃતિઓ પ્રતિપક્ષી લેવી - (૧) છ સંઘયણમાંથી ૧, (૨) છે સંસ્થાનમાંથી ૧, (૩) બે વિહાયોગતિમાંથી ૧, (૪) સ્થિર-અસ્થિરમાંથી ૧, (૫) શુભ-અશુભમાંથી ૧, (૬) સૌભાગ્ય- દૌર્ભાગ્યમાંથી ૧, (૭) આદેય-અનાદેયમાંથી ૧, (૮) સુસ્વર-દુઃસ્વરમાંથી ૧ અને (૯) યશ-અપયશમાંથી ૧ - આ નવેના પરસ્પર ગુણાકારથી ૪૬૦૮ બંધમાંગા થાય છે. આ બંધસ્થાનક બાંધનારા તેઉકાય-વાયુકાય, પર્યાપ્તા યુગલિક તિર્યંચ અને પર્યાપ્ત યુગલિક મનુષ્ય તથા મિથ્યાષ્ટિ અને સાસ્વાદની એવા સાતમી નરકને છોડીને બાકીના ચારે ગતિના જીવો હોય છે. ત્યાં મનુષ્ય-તિર્યંચ મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદની હોય તો જ આ પ્રકૃતિઓ બાંધે છે અને દેવ-નારકી ૧ થી ૪ ગુણઠાણામાંથી કોઈ પણ ગુણઠાણે આ પ્રવૃતિઓ બાંધે છે. તિર્યંચો અને મનુષ્યો જો મિશ્રદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ હોય તો નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે.
પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ અને ૮ બંધભાંગા -
ઉપરોક્ત ૨૯ પ્રકૃતિઓમાં તીર્થકર નામકર્મ ઉમેરવાથી ૩૦નું બંધસ્થાનક થાય છે. અહીં જિન નામનો બંધ હોવાથી સમ્યગ્દષ્ટિ દેવ, પ્રથમની ૩ નારકીના જીવો જ આ બંધસ્થાનક બાંધે છે તથા જિન નામનો બંધ હોવાથી અને બાંધનારા સમ્યગ્દષ્ટિ જીવો હોવાથી બધી જ પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. માત્ર સ્થિર - અસ્થિર, શુભ – અશુભ અને યશ - અપયશ આ ત્રણ જ પ્રકૃતિઓ પ્રતિપક્ષી બંધાય છે. તેના ૮ જ બંધમાંગા થાય છે. બાકીની પ્રકૃતિઓમાં સંઘયણ પહેલું જ, સંસ્થાન પહેલું જ, વિહાયોગતિ શુભ જ, સૌભાગ્ય - આદેય અને સુસ્વર જ આ જીવો બાંધે છે, તેથી વધારે બંધમાંગા થતા નથી. આ પ્રમાણે મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ - ૨૯ - ૩૦ એમ ૩ બંધસ્થાનક, તેના અનુક્રમે ૧-૪૬૦૮-૮ કુલ ૪૬૧૭ બંધમાંગા થાય છે.
નારકી પ્રાયોગ્ય ૨૮નો બંધ, ૧ બંધમાંગો -
નારકી જીવો નિયમ લબ્ધિપર્યાપ્તા જ હોય છે. મનુષ્ય તથા તિર્યંચ પ્રાયોગ્ય જે ૨૯નો બંધ છે. તેમાંથી સંઘયણ વિના તે જ ૨૮ પ્રકૃતિઓનો બંધ નરકયોગ્ય કહેવાય છે. માત્ર તેમાં ગતિ, આનુપૂર્વી, શરીર, અંગોપાંગ વગેરે યથાયોગ્ય પ્રવૃતિઓ નરકની કહેવી. નારકી પ્રાયોગ્ય બંધ કરનારાના પરિણામ અશુભ હોવાથી જે કોઈ પ્રકૃતિઓ બંધાય છે, તે સઘળી અશુભ જ બંધાય છે. તે માટે ૧ જ બંધમાંગો થાય છે. તેને બાંધનારા મિથ્યાષ્ટિ પં. તિર્યંચ અને મનુષ્ય જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org