SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૧૩ પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો પણ બંધવિચ્છેદ હોવાથી ૧૩ પ્રકૃતિઓનું બંધસ્થાનક છે. તેના પણ બે યુગલ આશ્રયી ૨ ભાંગા છે. છકે - સાતમે અને આઠમે ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનાવરણ ૪ કષાયનો પણ બંધવિચ્છેદ હોવાથી ૪ સંજ્વલન, ભય, જુગુપ્સા, પુરુષવેદ, એક યુગલ આમ ૯ પ્રકૃતિઓનું બંધસ્થાનક હોય છે. આ નવના બંધના છકે ગુણઠાણે બે યુગલાશ્રયી ૨ ભાંગા હોય છે પણ સાતમે- આઠમે ગુણઠાણે અરતિ - શોક ન બંધાતા હોવાથી પુરુષવેદ સાથે હાસ્ય - રતિ યુગલનો ૧ જ ભાંગો હોય છે. નવમા ગુણસ્થાનકના પાંચ ભાગોમાં અનુક્રમે ૫, ૪, ૩, ૨ અને ૧નું બંધસ્થાનક હોય છે. પુરુષવેદ અને સંજવલનચતુષ્કની એક - એક પ્રકૃતિનો બંધવિચ્છેદ થતો જાય છે. આ પાંચે બંધસ્થાનકોમાં પ્રતિપક્ષી પ્રકૃતિઓ ન હોવાથી એક એક ભાંગો જ છે. આ રીતે મોહનીયકર્મનાં ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧ એમ કુલ ૧૦ બંધસ્થાનકો છે અને તેના અનુક્રમે ૬, ૪, ૨, ૨, ૨, ૧, ૧, ૧, ૧, ૧ આમ કુલ ૨૧ ભાંગા છે. અર્થાત્ ૨૧ બંધભાંગા છે. સોળ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ૧ વેદ, ૨ એકયુગલ = મિથ્યાત્વે ૨૨ સોળ કષાય, ભય, જુગુપ્સા, x ૧ વેદ, ૨ એકયુગલ = સાસ્વાદને ૨૧ બાર કષાય, ભય, જુગુપ્સા, પુરુષવેદ, ૨ એક યુગલ = મિશ્ન-અવિરતે ૧૭ ભય, જુગુપ્સા, પુરુષવેદ, ૨ એક યુગલ = દેશવિરતે ૧૩ ચાર કષાય, ભય, જુગુપ્સા, પુરુષવેદ, ૨ એક યુગલ = ૬ થી ૮માં ૯ ચાર સંલ કષાય. પુરુષવેદ = ૯/૧ ભાગ ૫ ચાર સંજ્વલન કષાય = હાર ભાગે ૪ ત્રણ સંજ્વલન કષાય = ૯/૩ ભાગે ૩ બે સંજ્વલન કષાય = ૯/૪ ભાગ ૨ એક સંજ્વલન કષાય (લોભ) = ૯/પ ભાગ ૧ કુલ બંધસ્થાનકો ૧૦ આ પ્રમાણે બંધસ્થાનકો ૧૦ અને તેના બંધભાંગા ૨૧ કહીને હવે પછીની ગાથામાં મોહનીયનાં ઉદયસ્થાનકો કહે છે. || ૧૨ . एगं व दो व चउरो, एत्तो एगाहिया दसुक्कोसा । ओहेण मोहणिजे, उदयट्ठाणाणि नव हुँति ॥ १३ ॥ एकं वा द्वे वा चत्वारि, एतस्मादेकाधिकानि दशोत्कृष्टानि । ओघेन मोहनीये, उदयस्थानानि नव भवन्ति ।। १३ ॥ ગાથાર્થ - એક, બે, ચાર, તેનાથી એક એક અધિક, આમ વધારેમાં વધારે દસ સુધીનાં સામાન્યથી મોહનીયકર્મનાં કુલ ૯ ઉદયસ્થાનકો છે. / ૧૩ /. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy