________________
૩૬૪
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) છે. અને તે વખતે જીવ અણાહારી હોય છે તેમજ ચૌદમા ગુણસ્થાનકે પણ અણાહારી હોવાથી ત્યાં સંભવતા ૯ અને ૮ એમ કુલ ૪ વિના ૨૪ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાનો હોય છે. ૨૦નો ૧, ૨૧ના ૪૨, ૯ અને ૮ના ઉદયનો ૧ - ૧ એમ ૪૫ વિના આઠે ઉદયસ્થાનના ૭૭૪૬ ઉદયભાંગા હોય છે. અને ચૌદમાના ચરમ સમયે સંભવતાં ૯ અને ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાનો હોય છે.
અણાહારી માર્ગણા : આ માર્ગણા વિગ્રહગતિ અને કેવળી સમુઠ્ઠાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તેમજ ચૌદમા ગુણસ્થાનકે જ હોય છે. અન્ય સર્વ કાળમાં સર્વ ગુણસ્થાનકોમાં જીવ આહારીજ હોય છે. તેથી મુનિને જ સંભવતાં ૩૧ અને ૧ વિના ર૩ આદિ ૬ બંધસ્થાન અને નરક પ્રાયોગ્ય બંધ પણ આ માર્ગણામાં ન હોવાથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધનો ૧, આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્ય ૩૦ના બંધનો ૧, ૩૧ અને ૧ના બંધનો ૧ - ૧ એમ ૪ વિના (૧૩૯૪૧) તેર હજાર નવસો એકતાલીશ બંધભાંગા અને ૨૦ - ૨૧ - ૯ અને ૮ એમ ૪ ઉદયસ્થાનો અને તેઓના અનુક્રમે ૧ - ૪૨ - ૧ અને ૧ એમ ૪૫ ઉદયભાંગા હોય છે અને સત્તાસ્થાન ૯૩ આદિ ૧૨ હોય છે.
આ પ્રમાણે સામાન્યથી અને ૧૪ જીવસ્થાનક, ૧૪ ગુણસ્થાનક તેમજ ૬૨ માર્ગણામાં બંધસ્થાનાદિક તેમજ બંધભાંગા વગેરેની સત્પદપ્રરૂપણા પૂર્ણ થઈ અને આઠ મુળ કર્મ તેમજ દરેક ૧ - ૧ કર્મની ઉત્તર પ્રવૃતિઓની પણ સત્પદપ્રરૂપણા પૂર્ણ થઈ તેમજ ઉદીરણા અમુક અપવાદ સિવાય ઉદય પ્રમાણે જ હોવાથી ફરીથી બતાવેલ નથી.
આ પ્રમાણે છટ્ટા કર્મગ્રંથના અર્થ તથા પરિશિષ્ટરૂપે બાલક્રિયાનો અર્થ સંક્ષેપથી અહીં સમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org