________________
૩૨૬
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) આ માર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય ન હોવાથી ૮ ષોડશક, ૧૨૮ ઉદયભાંગા, ૪૪ ઉદયપદ, ૭૦૪ ઉદયપદવૃંદ અને આ બે ગુણઠાણે સંભવતાં ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ એમ કુલ પાંચ સત્તાસ્થાન હોય છે.
(૩૭) સૂમસપરાય ચારિત્રમાર્ગણા :
દશમું એક જ ગુણસ્થાનક, અબંધ, ૧નો ઉદય, ૧ ઉદયભાંગો, ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ અને ક્ષપકશ્રેણીમાં ૧ એમ કુલ ૪ સત્તાસ્થાનક જાણવાં.
(૩૮) યથાવાત ચારિત્ર માર્ગણા : ૧૧ થી ૧૪ કુલ ૪ ગુણસ્થાનક છે. પરંતુ માત્ર ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ એમ ૩ સત્તાસ્થાનક હોય છે. શેષ ગુણસ્થાનકમાં યથાખ્યાત હોય છે પણ મોહનીયકર્મ હોતું નથી.
(૩૯) દેશવિરતિ ચારિત્ર માર્ગણા : પાંચમું માત્ર એક ગુણસ્થાનક છે. તેની જેમ અહીં સઘળું જાણવું. ૧૩નો ૧ બંધ, ૨ બંધભાંગા, ૫ - ૬ - ૭ - ૮ ચાર ઉદયસ્થાનક, ૮ ચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, પ૨ ઉદયપદ, ૧૨૪૮ પદવૃંદ અને ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ કુલ પાંચ સત્તાસ્થાનક સંભવે છે.
(૪૦) અવિરતિ માણા : ૧ થી ૪ ગુણસ્થાનક, ૨૨ - ૨૧ - ૧૭ એમ ૩ બંધસ્થાનક, ૬ - ૪ - ૨ = ૧૨ બંધભાંગા, ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ એમ પાંચ ઉદયસ્થાનક, ૨૨ના બંધે ૮, ૨૧ના બંધે ૪, ૧૭ના બંધે ત્રીજે ગુણઠાણે ૪ અને ચોથે ગુણઠાણે ૮, સર્વે મળીને કુલ ૨૪ ચોવીશી, પ૭૬ ઉદયભાંગા, ઉદયપદો ઉદયસ્થાનવાર અનુક્રમે ૧૦ + ૫૪ + ૮૦ + ૪૦ + ૬ = ૧૯૨ અને પદછંદો ૪૬૦૮ હોય છે. સત્તાસ્થાનક ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ મળીને કુલ ૭ હોય છે. ૧ થી ૪ ગુણઠાણાની જેમ સંવેધ જાણવો.
(૪૧-૪૨) ચક્ષુદર્શન-અચક્ષુદર્શન માણા : આ બન્ને માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે અને મોહનીય કર્મ-બંધમાં ૯ સુધી, ઉદયમાં ૧૦ સુધી અને સત્તામાં ૧૧ સુધી જ હોય છે. તેથી મૂલ ગાથા ૧૨ થી ૨૫માં કહેલા સંવેધ પ્રમાણે જ સામાન્ય સંવેધ અહીં સમજી લેવો.
(૪૩) અવધિદર્શન માર્ગણા : અવધિદર્શનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક છે અને અવધિજ્ઞાનની જેમ સંપૂર્ણપણે સંવેધ જાણવો.
(૪૪) કેવલદર્શન માર્ગણા ઃ અહીં મોહનીયકર્મનાં બંધાદિ કંઈ હોતું નથી. ૧૩ - ૧૪ એમ બે જ ગુણસ્થાનક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org