________________
૨૯૮
ગાથા : ૮૮
છઠ્ઠો કર્મગ્રંથ મનુષ્યગતિની સાથે સહગત એવી ભવવિપાકી (એટલે મનુષ્ય આયુષ્ય) અને ક્ષેત્રવિપાકી (એટલે મનુષ્યાનુપૂર્વી) તથા જીવવિપાકી (એટલે નામકર્મની નવ) આમ ૧૧, તથા અન્યતર વેદનીય અને ઉચ્ચગોત્ર મળીને કુલ ૧૩ પ્રકૃતિઓ ભવના ચરમસમયે જીવને સત્તામાંથી ક્ષય થાય છે. આ સૂત્રપાઠમાં જે “મહત્તવિવા” પાઠ છે તેના આધારે ક્ષેત્રવિપાકી મનુષ્યાનુપૂર્વી ઉમેરીને ચરમસમયે ૧૩ ની સત્તાનો ક્ષય માને છે.
પરંતુ ગાથા ૮૫ માં કહ્યા પ્રમાણે બીજા કેટલાક આચાર્ય મહારાજાઓ જઘન્યથી ૧૧ ની અને ઉત્કૃષ્ટથી ૧૨ ની જ સત્તા ક્ષય થાય છે. એમ માને છે. તેઓનું આમ કહેવાનું કારણ એ છે કે – મનુષ્યાનુપૂર્વીનો ઉદયમાત્ર વિગ્રહગતિમાં જ હોવાથી ચૌદમે ગુણઠાણે તેનો ઉદય નથી અને અનુદયવતીની સત્તા નિયમો ઢિચરમસમયે જ જાય છે. કારણ કે અનુદયવતીનો ઉદયવતીમાં તિબૂકસંક્રમ થાય છે. આ રીતે કેટલાકના મતે ૧૩ની અને ૧૨ ની અને કેટલાકના મતે ૧૨ ની અને ૧૧ ની સત્તાનો આ ક્ષેપક કેવલી મહાત્મા નાશ કરે છે. [ ૮૭ /
अह सुइयसयलजगसिहरमरुअनिरुवमसहावसिद्धिसुहं । अनिहणमव्वाबाहं, तिरयणसारमणुहवंति ।। ८८ ॥ अथ शुचिकसकलजगच्छिखरं अरुजनिरुपमस्वभावसिद्धिसुखं । अनिधनमनाबाधं त्रिरत्नसारमनुभवन्ति ॥ ८८ ॥
ગાથાર્થ - પવિત્ર, પરિપૂર્ણ, જગતના શિખરભૂત, રોગ વિનાનું, ઉપમા વિનાનું, સ્વભાવભૂત, અનંતકાલ રહેનારું, બાધા વિનાનું, ત્રણ રત્નોના સારભૂત એવું સિદ્ધિસુખ તે મહાત્માઓ અનુભવે છે. // ૮૮ /
વિવેચન - અયોગી ગુણઠાણાના ચરમસમયે સકલકર્મોનો ક્ષય કર્યા પછી શરીર અને કર્મોના અનાદિકાલથી લાગેલા મહાબંધનમાંથી મુક્ત થયેલા આ મહાત્મા પુરુષો પૂર્વપ્રયોગ, અસંગત્વ, બધચ્છદ અને તેવા પ્રકારનો ઊર્ધ્વગતિ પરિણામ આ ચાર કારણોને લીધે એક જ સમયમાં, પોતાની અવગાહના જેટલા જ આકાશપ્રદેશોમાં અવગાહતા સાત રાજ ઉપર જઈને સિદ્ધિસુખને અનુભવે છે. તે સિદ્ધિસુખ કેવું છે? આ વાત આ ગાથામાં ૯ વિશેષણો દ્વારા સમજાવે છે. (૧) રિમ્ = એકાન્ત શુદ્ધ એવું સિદ્ધિસુખ છે. પરંતુ રાગ-દ્વેષ આદિ દોષોથી
મિશ્ર (અશુદ્ધ) થયેલું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org