________________
ગાથા : ૭૮
૨૬૫
છઠ્ઠો કર્મગ્રંથ
અપૂર્વકરણના કાલના સાત ભાગ પાડીએ, તેમાંથી પહેલા ભાગના અંતે નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ થાય છે. છઠ્ઠા ભાગના અંતે દેવપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિના બંધનો વિચ્છેદ થાય છે અને છેલ્લા સાતમા ભાગના અંતે હાસ્યાદિ ચતુષ્કના બંધનો વિચ્છેદ અને હાસ્યાદિ ષકના ઉદયનો વિચ્છેદ થાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ૭ કર્મોની સ્થિતિસત્તા જે અંતઃકોડાકોડી સાગરોપમ છે. તે સ્થિતિઘાતાદિ વડે ઘાત કરતાં કરતાં ચરમસમયે સંખ્યાતગુણ હીન એવી અંતઃકોડાકોડી સાગરોપમની થાય છે. અને સ્થિતિબંધ આઘસમયે જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હતો તે ચરમસમયે લઘુ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. તથા અપૂર્વકરણના ચરમસમયે ૭ કર્મોની દેશોપશમના, નિધત્તિ અને નિકાચના વિરામ પામે છે. તથા અપૂર્વકરણમાં જ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ૪ + ૪ = ૮ કષાયોનો સ્થિતિઘાતાદિ વડે એવી રીતે ક્ષય કરે છે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જાય ત્યારે તે કષાયોની સ્થિતિસત્તા માત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે.
અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી જ સ્થિતિઘાતાદિ કાર્યો પૂર્વની જેમ પ્રવર્તે છે. પ્રથમ સમયે ૭ કર્મોની સ્થિતિબંધ અંત:કોડી સાગરોપમ હોય છે. તે સ્થિતિબંધ હજારો-હજારો સ્થિતિઘાત ગયે છતે ઘટતો ઘટતો અનુક્રમે સહસ્ત્રપૃથકત્વ સાગરોપમ, અસંશી પંચેન્દ્રિયતુલ્ય, ચઉરિન્દ્રિયતુલ્ય, તે ઈન્દ્રિયતુલ્ય, બેઈન્દ્રિયતુલ્ય અને એકેન્દ્રિયતુલ્ય સ્થિતિબંધ થાય છે. આમ કરતાં કરતાં એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ થયા પછી હજારો સ્થિતિઘાત ગયે છતે (૧) નામ-ગોત્રનો બંધ ૧ પલ્યોપમ, (૨) જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-અંતરાયનો બંધ ૧ પલ્યોપમ, અને (૩) મોહનીયનો બંધ ર પલ્યોપમ થાય છે.
બંધની બાબતમાં એવો નિયમ છે કે જે જે કર્મોનો સ્થિતિબંધ ૧ પલ્યોપમથી વધારે હોય, તે તે કર્મોનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગે હિનહન કરે છે. પરંતુ જ્યારથી જે જે કર્મોનો બંધ ૧ પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારથી તે તે કર્મોનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતા ભાગ ન્યૂન કરીએ તેટલો, અર્થાત્ સંખ્યાતગુણ હીન નવો સ્થિતિબંધ થાય છે. એટલે હવે નામ-ગોત્રનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતા ભાગ હીન, અને શેષકર્મોનો સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હિન કરે છે. વળી હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો સ્થિતિબંધ ૧ પલ્યોપમ થાય છે. અને મોહનીયનો ૧૫ પલ્યોપમ થાય છે. ત્યારથી જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો પણ નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતા ભાગ ન્યૂન (એટલે કે સંખ્યાતગુણહીન બંધ) કરે છે. પણ મોહનીયનો બંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જ ન્યૂન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org