________________
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ
૨૩૩ આ અપૂર્વકરણનું બીજું નામ “નિવૃત્તિકરણ” પણ છે. જે જીવોએ આ અપૂર્વકરણમાં પ્રવેશ કર્યો છે. કરે છે અને કરશે એમ ત્રિકાલવર્તી જીવોના અધ્યવસાયો દરેક સમયમાં ષસ્થાનપતિત હોય છે. પણ સમાન હોતા નથી. તેથી આ કરણનું બીજું નામ નિવૃત્તિકરણ પણ છે. એક-એક સમયવર્તી અનંત અનંત જીવોના અધ્યવસાય સ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ તો છે જ, પરંતુ તેમાં અનંતભાગ અધિક આદિ ૬ જાતની વિશુદ્ધિ અથવા હાનિ છે. તથા અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્ય વિશુદ્ધિથી અપૂર્વકરણના પ્રથમસમયની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આમ પ્રતિસમયે જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી જાણવી. પ્રતિસમયે અનંતજીવોનાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. અને તે પણ પ્રતિસમયે પૂર્વ-પૂર્વ સમય કરતાં કંઈક અધિક-અધિક હોય છે. આવા પ્રકારનું અપૂર્વકરણ કરીને હવે આ જીવ અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશ -
અપૂર્વકરણ કર્યા પછી એક અંતર્મુહૂર્તના કાલ પ્રમાણ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિ એટલે ફેરફાર વિનાના અધ્યવસાયો જ્યાં છે તે. જે જીવો આ કરણમાં આવ્યા છે આવે છે અને આવશે, તે ત્રિકાલવર્તી સર્વે જીવોના અધ્યવસાયો એક સમયમાં સામાન્યથી સરખા હોય છે. પરસ્પર તફાવત હોતો નથી. તેના જ કારણે એક એક સમયના અધ્યવસાય સ્થાનોમાં ષસ્થાનપતિતતા હોતી નથી. વિશુદ્ધિ પણ સમાન જ હોય છે. માત્ર પ્રથમ સમયના અધ્યવસાય સ્થાન કરતાં બીજા સમયનું અધ્યવસાય સ્થાન, અને બીજા સમયના અધ્યવસાય સ્થાન કરતાં ત્રીજા સમયનું અધ્યવસાય સ્થાન અનંતગુણ વિશુદ્ધિવાળું જાણવું. આમ સર્વ સમયોમાં સમજવું. તેથી આ રચના “કંઈક કંઈક મોટા મોટા મોતીની શેર” જેવી બને છે. આ જ કારણે આ અનિવૃત્તિકરણમાં તિર્યમુખી વિશુદ્ધિ હોતી નથી, માત્ર ઊર્ધ્વમુખી જ વિશુદ્ધિ હોય છે. અને તે પણ અનંતગુણી હોય છે. અપૂર્વકરણની જેમ અહીં પણ ગુણસંક્રમ વિના સ્થિતિઘાત આદિ ૪ કાર્યો ચાલુ જ રહે છે.
તે અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે મિથ્યાત્વમોહનીયની જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા છે. તેમાં ૧ અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિ રાખીને તેના ઉપર બીજા એક અંતર્મુહૂર્ત પ્રમાણ “અત્તરકરણ” કરે છે. અનારકરણ એટલે “આંતર કરવું” વચ્ચેથી સ્થિતિ ખાલી કરવી. આવા પ્રકારનું અંતરકરણ કરવાની ક્રિયા અહીંથી ચાલુ કરે છે. દા.ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org