________________
૨૨૪
ગાથા : ૭૩
છટ્ટો કર્મગ્રંથ
અતિવ્યાપ્તિ દોષ આવે છે તે ટાળવા “નોવ્રુત્તિ” પદ લખ્યું છે. આ કારણે સાતાનો બંધ અમોહવાળાં સયોગી સુધીનાં ૩ ગુણઠાણામાં જ થાય છે. પણ અમોહ એવા અયોગી ગુણઠાણે થતો નથી. ॥ ૭૨ II
एसो 3 बंधसामित्तओहो, गइआइएस वि तहेव । ओहाओ साहिज्जइ, जत्थ जहा पगइसब्भावो ।। ७३ ।।
एष तु बन्धस्वामित्वौघः, गत्यादिकेषु अपि तथैव । ओघात्साध्यते यत्र यथा प्रकृतिसद्भावः ।। ७३ ।।
ગાથાર્થ - આ બંધસ્વામિત્વનો ઓધ કહેવાય છે. આ ઓઘબંધના આધારે ગતિ આદિ ૧૪ (૬૨) માર્ગણાઓમાં પણ જ્યાં જ્યાં જેટલી જેટલી પ્રકૃતિઓના બંધનો સદ્ભાવ ઘટતો હોય ત્યાં ત્યાં તેટલી તેટલી પ્રકૃતિઓનો બંધ સ્વયં સાધી લેવો. ૭૩
વિવેચન - અહીં ગાથા ૭૦ થી ૭૪ માં જે બંધનું સ્વામિત્વ જણાવ્યું છે. તેને “ઓઘ” બંધ કહેવાય છે. બીજા કર્મગ્રંથમાં આ જ બંધ જણાવ્યો છે. અને તેને જ “ઓઘ” બંધ કહેવાય છે. કારણ કે ઓઘ=સામાન્યથી, આ બંધવિધાન સામાન્યથી છે. કોઈ એક જીવસ્થાનકને આશ્રયી કે કોઈ એક માર્ગણાસ્થાનને આશ્રયી આ બંધવિધાન નથી. માટે સર્વભાવોને સામે રાખીને આ કથન છે તે માટે તેને ઓઘબંધ કહેવાય છે.
આ ઓઘબંધ જાણ્યા પછી ગતિ-જાતિ આદિ ૧૪ મૂલ માર્ગણાઓમાં અને ૬૨ ઉત્તરમાર્ગણાઓમાં પૂર્વાપર શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ્યાં જેટલી પ્રકૃતિઓનો બંધ સંભવતો હોય ત્યાં તેટલી પ્રકૃતિઓનો બંધ સાધવો. જે ત્રીજા કર્મગ્રંથમાં ૬૨ માર્ગણાઓ ઉપર બંધસ્વામિત્વ સમજાવ્યું છે. તે અહીં સમજી લેવું.
પ્રશ્ન - બીજા અને ત્રીજા કર્મગ્રંથમાં ઓઘબંધ, અને માર્ગણાવાર બંધસ્વામિત્વ જો આવી જ ગયું છે. અને આ છઠ્ઠો કર્મગ્રંથ ભણતાં પહેલાં તે કર્મગ્રન્થો ભણાઈ જ ગયા હોય છે. તો અહીં છઠ્ઠા કર્મગ્રંથમાં ફરીથી આ બંધવિધાન કહેવાની શી જરૂર?
ઉત્તર - “સપ્રતિકા” આવું સંસ્કૃત નામ જેનું છે અને “સિત્તરિ” આવું પ્રાકૃત નામ જેનું છે તે આ પૂર્વાચાર્યપ્રણીત ગ્રંથ છે. છ કર્મગ્રંથોમાં સૌથી જુનો છે. આ કર્મગ્રંથ છઠ્ઠો છે એમ નહીં પણ રચનાકાલની અપેક્ષાએ પહેલો છે. ૧ થી ૫ કર્મગ્રંથો, જે હાલમાં પ્રચલિત છે તે પૂજ્યપાદ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના બનાવેલા છે અને તે ૧૨/૧૩ મા સૈકામાં બનેલા છે. અર્થાત્ પાછળથી બનેલા છે. એટલે છઠ્ઠા કર્મગ્રન્થ વખતે હાલના પ્રસિદ્ધ એવા ૧ થી ૫ કર્મગ્રંથો બનેલા ન હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org