________________
૨૨૨
ગાથા : ૭૧
છઠ્ઠો કર્મગ્રંથ આ પ૯ માં દેવાયુષ્ય છે. એટલે મૂલગાથામાં આ અપ્રમત્ત ગુણઠાણે વર્તતો જીવ દેવાયુષ્ય બાંધે છે એમ લખવાની જરૂર રહેતી નથી. છતાં મૂલગાથામાં ગ્રંથકારશ્રી લખે છે કે “દેવાયુષ્યને ઇતર પણ (અપ્રમત્ત પણ) બાંધે છે” આમ કેમ લખવું પડ્યું ? ૫૯ માં દેવાયુષ્ય તો હતું જ, તો તેનો ફરીથી જુદો ઉલ્લેખ કેમ કરવો પડ્યો ? આવો પ્રશ્ન થવો સંભવિત છે તેનો ઉત્તર એમ સમજવો કે ખરેખર તો દેવાયુષ્ય છટ્ટે જ બંધાય છે. સાતમે જતાં તેના બંધનો વિચ્છેદ જ થઈ જાય છે. પરંતુ જો છઠ્ઠા ગુણઠાણે દેવાયુષ્યના બંધનો આરંભ કર્યો હોય તો સાતમે ગુણઠાણે પણ (તે બંધ સમાપ્ત કરવા પુરતો) બંધ ચાલુ રહે છે. આવો અર્થ જણાવવા આ ફરીથી વિધાન કરેલ છે. સારાંશ કે સાતમે ગુણઠાણે દેવાયુષ્યનો નવો બંધ આ જીવ ચાલુ કરતો નથી. પરંતુ જો છટ્ટે ગુણઠાણે બંધ ચાલુ કર્યો હોય અને તે સમાપ્ત થયો ન હોય, અને તે કાલે જો છટ્ઠ ગુણસ્થાનક સમાપ્ત થઈ જાય અને સાતમું ગુણસ્થાનક આવી જાય તો તે દેવાયુષ્યનો બંધ ચાલુ પણ રહે છે.
અપૂર્વકરણ ગુણઠાણે તો ૫૮ જ બંધાય છે. કારણ કે છટ્ટે ચાલુ કરેલું દેવાયુષ્ય છેવટે સાતમે તો સમાપ્ત કરે જ છે. આઠમે જતાં તેનો બંધ રહેતો જ નથી. અત્યાર સુધી દરેક ગુણઠાણાના અંતે એટલે કે છેલ્લા સમયે જ તે તે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયો છે એમ જાણવું. પરંતુ આઠમું ગુણઠાણું એવું છે કે તેમાં પ્રવેશ કર્યા પછી થોડા-થોડા કાલે અમુક-અમુક પ્રકૃતિઓનો વચ્ચે વચ્ચે બંધવિચ્છેદ થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં તેના ૭ ભાગ કલ્પવામાં આવે છે. પહેલા ભાગે પ૮, બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પ૬, અને સાતમા ભાગે ૨૬ બંધાય છે. ૫૮ માંથી નિદ્રા-પ્રચલાનો બંધવિચ્છેદ થવાથી બેથી છઠ્ઠા સુધીના ભાગમાં પ૬ બંધાય છે. અને છઠ્ઠા ભાગના ચરમ સમયે દેવદ્રિકાદિ ૩૦ નો બંધવિચ્છેદ થવાથી સાતમા ભાગે ૨૬ બંધાય છે.
પ્રશ્ન - જો આઠમા ગુણઠાણે ૫૮-૫૬-૨૬ એમ ૩ પ્રકારની પ્રકૃતિઓ બંધાય છે. તો તે ગુણઠાણાના ત્રણ જ ભાગ પાડવા જોઈએ ? સાત ભાગ પાડવાની શી જરૂર?
ઉત્તર - વચ્ચે રહેલા પ૬ ના બંધનો કાલ ઘણો લાંબો છે અને પૂર્વાપરમાં રહેલા ૫૮ અને ૨૬ ના બંધનો કાલ અલ્પ છે અને પરસ્પર કાળસમાન છે તે સમજાવવા ૭ ભાગ કરેલ છે. જેમકે ૭૦ સમયનું આઠમું ગુણઠાણું કલ્પીએ તો ૧ થી ૧૦ સમયમાં ૫૮ નો બંધ, ૧૧ થી ૬૦ સમયમાં પ૬ નો બંધ, અને ૬૧ થી ૭૦ સમયમાં ર૬ નો બંધ સમજાવવો છે. હવે જો ત્રણ જ ભાગ પાડીએ તો ત્રીજાત્રીજા ભાગે ત્રણ પ્રકારના બંધ આવે, જે ગ્રન્થકારને ઈષ્ટ નથી. માટે જે ૭ ભાગ કર્યા છે. તે બરાબર ઉચિત જ છે. તે ૭૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org