________________
૨૨૦
ગાથા : ૭૦
છઠ્ઠો કર્મગ્રંથ આહારક દ્રિક એમ ૧૯ વિના બાકીની ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદની જીવ બાંધે છે. આ ૧૬ કર્મપ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના નિમિત્તવાળો છે. અને મિથ્યાત્વ પહેલા ગુણઠાણે જ હોય છે. બીજે ગુણઠાણે હોતું નથી. તેથી તેના નિમિત્તે બંધાનારી આ ૧૬ પ્રકૃતિઓનો બંધ પણ બીજા ગુણઠાણે થતો નથી. તે ૬૯ || छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा । तेवन्न देसविरओ, विरओ सगवन्नसेसाओ ॥ ७० ॥ षट्चत्वारिंशत्शेषाः मिश्रः, अविरतसम्यग्दृष्टिस्त्रिचत्वारिंशत्परिशेषाः । ત્રિપશ્ચાત્ (શેષા) વિરતા, વિરત: સતપશ્ચાત્ (શેષા) શોષાર | ૭૦ ||
ગાથાર્થ - મિશ્ર ગુણઠાણે ૪૬ વિનાની બાકીની (૭૪) બાંધે છે. અવિરત સમ્યગ્દષ્ટિ જીવ તેતાલીસ વિનાની બાકીની (૭૭) બાંધે છે. દેશવિરતિધર જીવ ૫૩ વિનાની બાકીની (૬૭) બાંધે છે અને વિરતિધર પ૭ વિનાની બાકીની (૬૩) પ્રકૃતિઓ બાંધે છે. / ૭૦ /
વિવેચન - મિશ્ર ગુણઠાણે ૧૦૧ માંથી ૩ થીણદ્વિત્રિક, ૪ અનંતાનુબંધી કષાય, ૧ સ્ત્રીવેદ, ૩ તિર્યચત્રિક, ૪ મધ્યમ સંસ્થાન, ૪ મધ્યમ સંઘયણ, ૧ ઉદ્યોત, ૧ અશુભવિહાયોગતિ, ૩ દૌર્ભાગ્યત્રિક, ૧ નીચગોત્ર આ ૨૫ પ્રકૃતિઓ તથા દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ૨૭ પ્રકૃતિઓ બાદ કરતાં બાકીની ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૩ ઓથે + ૧૬ મિથ્યાત્વે અને + ૨૭ સાસ્વાદને = કુલ ૪૬ પ્રકૃતિઓ ત્રીજા ગુણઠાણે બંધને માટે અયોગ્ય છે. આ ૨૭ પ્રકૃતિઓમાંથી ૨૩ પ્રકૃતિનો બંધ અશુભ હોવાથી અનંતાનુબંધીના ઉદય નિમિત્તે છે અને ત્રીજા ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય નથી. તેથી તેના નિમિત્તે બંધાનારી ૨૩ પ્રકૃતિઓ મિશ્ર બંધાતી નથી. અને તિર્યંચાયુષ્ય તથા ઉદ્યોતનામકર્મ પુણ્યપ્રકૃતિ હોવાથી અનંતાનુબંધીના ઉદયના નિમિત્તે બંધાનારી નથી. તો પણ તિર્યંચગતિની સાથે બંધાતી હોવાથી આ બે પ્રકૃતિઓનો બંધ પણ તિર્યંચગતિ આદિ ૨૩ની સાથે વિરામ પામે છે. તથા ત્રીજા ગુણઠાણે વર્તતો જીવ, મરણ, આયુષ્યનો બંધ, અનંતાનુબંધીનો બંધ અને અનંતાનુબંધીનો ઉદય આ ચાર કાર્યો કરતો નથી. તેથી (નરક-તિર્યંચાયુષ્ય પહેલાં જ નીકળી ગયેલાં છે. તે માટે) બાકીનાં દેવ અને મનુષ્યનું એમ બે આયુષ્યનો ત્રીજે ગુણઠાણે અબંધ છે. આમ હોવાથી ત્રીજે ગુણઠાણે ૧૨૦ – ૪૬ = ૭૪ કર્મપ્રકૃતિઓ બંધાય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ જીવ ૪૩ વિનાની બાકીની ૭૭ કર્મપ્રકૃતિઓ બાંધે છે. સમ્યગ્દષ્ટિ દેવ-નારકીના જીવો મનુષ્યાયુષ્ય અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચના જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org