________________
૧૯૬ ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ ત્રીજા ભવમાં (છેલ્લા ભવમાં) તે જ ભવે તીર્થકર થવાના હોવાથી માતાની કુક્ષિમાં આવે ત્યારથી જ એટલે કે ૨૧ ના ઉદયથી જ સર્વે શુભ જ પ્રકૃતિઓ ઉદયમાં હોય માટે ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ આમ પાંચે ઉદયસ્થાનકે એકએક ઉદયભાંગો જ સંભવે. તેમાંથી ૩૦ ના ઉદયનો ૧ ભાંગો પૂર્વે કહેલા ૧૯૨ માં આવી ગયેલ હોવાથી ન ગણતાં બાકીના ૪ + ૧૯૨ = ૧૯૬ અને વૈક્રિય મનુષ્યના ૩૨ ગણતાં ૨૨૮ ઉદયભાંગા હોઈ શકે છે. આ વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગા પણ પહેલા ભવમાં તીર્થકર નામકર્મનો બંધકર્યા પછી વૈક્રિય લબ્ધિ હોય અને તેની વિદુર્વણા કરે તો જ જાણવા. આ ૨૨૮ ઉદયભાંગે ૯૩ - ૮૯ એમ બે બે સત્તાસ્થાન સંભવે છે. તેથી ૨૨૮ ૮ ૨ = ૪૫૬ સત્તાસ્થાન થાય છે. આ ૪૫૬ સત્તાસ્થાનને ૮ બંધ ભાંગે ગુણતાં ૩૬૪૮ સત્તાસ્થાન સંભવે છે. છેલ્લી વિચારણા વધારે તર્કસંગત લાગે છે. તત્ત્વકેવલિગમ્ય જાણવું.
તે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ નો બંધ ચોથે ગુણઠાણે માત્ર દેવ-નારકી જ કરે છે. ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ છ ઉદયસ્થાનક છે. ૬૪ + ૫ = ૬૯ ઉદયભાંગા છે. દરેક ઉદયસ્થાને અને ઉદયભાંગે ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન છે. તેથી ૬ x ૨ = ૧૨ સત્તાસ્થાન ઉદય સ્થાનવાર મળે છે અને ઉદયભાંગા ગુણિત ૬૯ × ૨ = ૧૩૮ સત્તાસ્થાન થાય છે. તેને ૮ બંધભાંગાએ ગુણતાં ૧૧૦૪ સત્તાસ્થાન થાય છે.
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામકર્મ સહિત છે. તેને બાંધનાર પણ દેવ-નારકી જ છે. ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ કુલ ૬ જ ઉદયસ્થાન છે. ૬૪ + ૫ = ૬૯ ઉદયભાંગા છે. દેવના ૬૪ ઉદયભાંગે ૯૩ - ૮૯ એમ બે-બે સત્તાસ્થાન સંભવે છે અને નારકીના પાંચ ઉદયભાંગે માત્ર ૮૯ ની જ સત્તા હોય છે. કુલ ઉદયસ્થાનવાર ૬ x ૨ = ૧૨ સત્તાસ્થાન થાય છે. ઉદયભાંગા ગુણિત ૬૪ x ૨ = ૧૨૮ તથા ૫ x ૧ = ૫ મળીને ૧૩૩ સત્તા સ્થાન ચોથે ગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધે સંભવે છે તેને ૮ બંધભાંગાથી ગુણતાં ૧૦૬૪ સત્તાસ્થાન થાય છે. આ પ્રમાણે ચોથે ગુણઠાણે ૨૮ - ૨૯ - ૩૦ નો બંધ હોય છે. તેનો સંવેધ સમજાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org