________________
ગાથા : ૩
છઠ્ઠો કર્મગ્રંથ ગાથાર્થ - ૮ - ૭ - ૬ના બંધસ્થાનકમાં આઠનો જ ઉદય અને આઠની જ સત્તા હોય છે. ૧ના બંધસ્થાનકમાં ત્રણ વિકલ્પો (ત્રણ ભાંગા) હોય છે અને અબંધમાં માત્ર એક જ વિકલ્પ (ભાંગો) હોય છે. / ૩ /
વિવેચન - પ્રથમ મૂલકર્મનો બંધ - ઉદય અને સત્તાને આશ્રયી સંવેધ કહીએ છીએ.
આયુષ્યકર્મનો બંધ હોતે છતે નિયમા ૮નું જ બંધસ્થાનક હોય છે. કારણ કે આયુષ્ય બંધાય ત્યારે નિયમા આઠ કર્મો બંધાય જ છે. મોહનીયકર્મનો બંધ હોતે છતે ૮નું અથવા ૭નું એમ બે જ બંધસ્થાનક હોય છે. આયુષ્ય બંધાય ત્યારે ૮ અને શેષકાલે ૭ આમ કુલ બે જ બંધસ્થાનક મોહનીયના બંધકાળ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, નામ, ગોત્ર અને અંતરાય આ પાંચ કર્મોમાંના કોઈ પણ કર્મના બંધની સાથે ૮-૭-૬ આમ કુલ ૩ બંધસ્થાનક હોય છે અને ૧ વેદનીય કર્મના બંધકાલે ૮-૭-૬-૧ આમ ચારે બંધસ્થાનક હોય છે.
ઉદયની બાબતમાં મોહનીયના ઉદયકાલે ૮નું એક જ ઉદયસ્થાનક છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના ઉદયકાલે ૮નું અને ૭નું આમ બે ઉદયસ્થાનક છે અને શેષ ૪ અઘાતીના ઉદયકાલે ૮નું, ૭નું અને ૪નું આમ ૩ ઉદયસ્થાનકો છે.
સત્તાની બાબતમાં મોહનીયકર્મની સત્તાકાલે ૮નું એક જ સત્તાસ્થાનક છે. જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાયની સત્તા હોય ત્યારે ૮નું અને ૭નું એમ બે સત્તાસ્થાનક છે અને શેષ ચાર અઘાતી કર્મોની સત્તા હોય ત્યારે ૮ની, ૭ની અને ૪ની આમ ત્રણ જાતની સત્તા હોય છે. આ વિષય બીજા કર્મગ્રંથના અભ્યાસને અનુસારે સહેજે સમજાય તેમ છે. તેથી વધારે વિસ્તાર કરતા નથી.
હવે મૂલ ૮ કર્મોનો સંવેધ લખીએ છીએ -
૮નો બંધ આયુષ્યના બંધકાલે હોય છે તેથી ત્રીજા ગુણસ્થાનક વિના મિથ્યાષ્ટિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધી આ બંધસ્થાન હોય છે. તે કાલે મોહનીયનો ઉદય તથા મોહનીયની સત્તા નિયમા હોવાથી આઠનો જ ઉદય અને આઠની જ સત્તા હોય છે. એટલે ૮નો બંધ, ૮નો ઉદય અને ૮ની સત્તા. આ પ્રથમ ભંગ થયો.
૭નો બંધ આયુષ્યના અબંધકાલે હોય છે. તેથી તે મિથ્યાદૃષ્ટિથી અનિવૃત્તિ સુધી હોય છે. તે નવે ગુણસ્થાનકોમાં પણ મોહનીયનો ઉદય તથા મોહનીયની સત્તા અવશ્ય હોવાથી સાતના બંધે પણ આઠનો જ ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. આ બીજો ભાંગો થયો.
દુનો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે, ત્યાં પણ મોહનીયનો ઉદય અને સત્તા હોવાથી છના બંધે પણ આઠનો જ ઉદય અને આઠની જ સત્તા હોય છે. આ ત્રીજો ભાંગો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org