________________
ગાથા : ૨
છઠ્ઠો કર્મગ્રંથ ૧૨૨-૧૪૮ ઉત્તરકર્મોને વિષે ઘણી જાતની ભંગજાળ છે. તે બધી જાતના ભાંગાના વિકલ્પો બહુ જ સૂક્ષ્મબુદ્ધિપૂર્વક જાણવા જેવા છે. આ સઘળા ભાંગાઓ જ જાળની જેમ ગુંચવણ ભરેલા હોવાથી ભંગજાળ કહેવાય છે. આ ગાથાનાં પદો સંસ્કૃત ટીકાવાળી પ્રત અને પ્રસિદ્ધ ગુજરાતી વિવેચનોમાં કંઈક કંઈક તફાવતવાળાં છે. એટલે ગાથાઓ કંઠસ્થ કરીને સ્વાધ્યાય કરનારાઓને મુશ્કેલી ન થાય તેટલા માટે અમે પ્રસિદ્ધ પ્રણાલિકા પ્રમાણે ગાથાનાં પદો રાખ્યાં છે.
૪
જ્ઞાનાવરણીયાદિ મૂલ આઠ કર્મો અને ઉત્તરપ્રકૃતિઓ ૧૨૦ - ૧૨૨ - ૧૪૮ પ્રથમ કર્મગ્રંથમાંથી જાણી લેવી. એકી સાથે એક કાલે એક જીવને જેટલી કર્મપ્રકૃતિઓ બંધમાં આવે તે બંધસ્થાનક કહેવાય છે. ઉદયમાં આવે તે ઉદયસ્થાનક કહેવાય છે અને સત્તામાં હોય તે સત્તાસ્થાનક કહેવાય છે. પહેલાં આ બંધસ્થાનક - ઉદયસ્થાનક અને સત્તાસ્થાનક સમજી લઇ, તે ત્રણેની સાથે વિચારણા જે કરવી તેને સંવેધ કહેવાય છે. ત્યાં મૂલકર્મને વિષે બંધને આશ્રયી ૪ પ્રકૃતિસ્થાનો છે. (૪ બંધસ્થાનક છે). આયુષ્યકર્મ જ્યારે બંધાતું હોય ત્યારે ૮નું બંધસ્થાનક. આ બંધસ્થાનક ત્રીજા ગુણસ્થાનક વિના ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે અને ચારે ગતિના સર્વે જીવોને ભવમાં એકવાર આ બંધસ્થાનક આવે છે. (માત્ર તદ્ભવમોક્ષગામી મનુષ્યોને આ બંધસ્થાનક હોતું નથી).
જ્યારે આયુષ્યકર્મ ન બંધાતું હોય અને મોહનીયાદિ શેષ ૭ કર્મો બંધાતાં હોય ત્યારે ૭નું બંધસ્થાનક હોય છે. આ બંધસ્થાનક ૧ થી ૯ ગુણસ્થાનક સુધી હોય છે અને ચારે ગતિમાં વર્તતા સર્વે જીવોને હોય છે. (માત્ર ઉપશમ શ્રેણિ અને ક્ષપકશ્રેણિગત જીવોને દસમા ગુણસ્થાનકથી હોતું નથી).
દસમા ગુણસ્થાનકે આયુષ્યકર્મ અને મોહનીયકર્મ વિના શેષ ૬ કર્મો બંધાય છે. તે ૬નું બંધસ્થાનક છે અને તે બંધસ્થાનક માત્ર દસમે ગુણસ્થાનકે જ હોય છે, તેથી શ્રેણિગત મનુષ્યને જ હોય છે.
૧૧ - ૧૨
૧૩ આમ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર ૧ વેદનીય કર્મ જ બંધાય છે એટલે એકનું બંધસ્થાનક છે અને તે પણ કેવલ એક વેદનીય કર્મનું જ છે અને ઉપરોક્ત ત્રણ જ ગુણસ્થાનકે હોય છે તથા ૧૪મા ગુણસ્થાનકે કોઇ પણ કર્મનો બંધ ન હોવાથી અબંધ એટલે કે બંધનો અભાવ હોય છે. આ પ્રમાણે મૂલકર્મોનાં ૮ - ૭ ૬. ૧ એમ કુલ ૪ બંધસ્થાનક છે.
-
કાલપ્રમાણ - ૮નો બંધ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત જ હોય છે. કારણ કે આયુષ્યનો બંધ સતત અંતર્મુહૂર્ત જ હોય છે. ૭નો બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org