________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૧-૪૨
૧૪૭
૩૦નો બંધ ઉપર કહ્યા પ્રમાણે ચાર પ્રકારનો છે. ત્યાં વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગે તથા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગે જરા પણ ફેરફાર વિના ૨૯ ના બંધની જેમ જ સમજવું.
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામકર્મ સહિત છે. તેથી તેનો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકી જ કરે છે. તિર્યંચ-મનુષ્યો જો સમ્યગ્દષ્ટિ હોય તો નિયમા દેવપ્રાયોગ્ય જ બંધ કરે. તેથી મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે તે જીવો હોતા નથી. અહિં આઠ બંધભાંગા છે. દેવોના ૬૪ અને નારકીના ૫ એમ કુલ ૬૯ ઉદયભાંગા છે. ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ ૩૦ એમ કુલ ૬ ઉદયસ્થાનક છે. દેવોના ૬૪ ઉદયભાંગામાં ૯૩ અને એમ બે બે સત્તાસ્થાન હોય છે અને નારકીના ૫ ઉદયભાંગામાં માત્ર ૮૯ની જ સત્તા હોય છે. એટલે ૬૪ × ૨ = ૧૨૮ તથા નારકીના ૫ ઉદયભાંગે ૧ × ૫ = ૫ કુલ ૧૩૩ સત્તાસ્થાન થાય છે. બંધમાંગા આઠ હોવાથી ૧૩૩૪૮ ગુણતાં ૧૦૬૪ સત્તાસ્થાન થાય છે.
૨૯
૮૯
(૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) પં. તિર્યંચ પ્રાયોગ્ય (૩) મનુષ્ય પ્રાયોગ્ય (૪) દેવ પ્રાયોગ્ય
-
દેવ પ્રાયોગ્ય ૩૦ નો બંધ આહારદ્વિક સહિત છે. બંધભાંગો ૧ જ છે. તેને બાંધનારા અપ્રમત્ત સંયમી મનુષ્યમાત્ર જ છે. તેથી ૩૦ નું એક જ ઉદયસ્થાનક હોય છે. (અહીં વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્ય વૈક્રિય અને આહારક શરી૨ બનાવીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થાય અને જ્યારે અપ્રમત્તે જાય ત્યારે આહારકદ્વિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ બાંધે તે વિવક્ષા લીધી નથી. કારણ કે ચૂર્ણિ-સપ્તતિકાટીકા આદિમાં લીધેલ નથી). અપ્રમત્ત-અપૂર્વકરણે સંઘયણ-સંસ્થાન-વિહાયોગતિ અને સ્વર આ ચાર જ પ્રતિપક્ષી સંભવતી હોવાથી ૬ x ૬ × ૨ x ૨ = ૧૪૪ ઉદયભાંગા હોય છે અને પ્રત્યેક ઉદયભાંગે માત્ર ૧ બાણુંની જ સત્તા હોય છે તેથી ૧૪૪ × ૧ = ૧૪૪ સત્તાસ્થાન થાય છે. નીચે પ્રમાણે કુલ સત્તાસ્થાન જાણવાં.
-
Jain Education International
૭,૩૧,૭૧૨
૨૪ બંધભાંગે ૪૬૦૮ બંધભાંગે ૧૪,૧૧,૨૪,૬૦૮ ૮ બંધભાંગે
૧ બંધભાંગે
ત્રીસના બંધે ચારે પ્રાયોગ્યનાં કુલ સત્તાસ્થાન ૧૪,૧૮,૫૭,૫૨૮ થાય છે.
૩૧ નો બંધ પણ માત્ર દેવ પ્રાયોગ્ય જ છે. તેને બાંધનાર મનુષ્ય જ છે. તેના ૧૪૪ ઉદયભાંગા, અને દરેક ઉદયભાંગે એક ત્રાણુંની જ સત્તા જાણવી. તેથી ૧૪૪ × ૧ = ૧૪૪ સત્તાસ્થાન સમજવાં.
૧,૦૬૪
૧૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org