________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૪૧-૪૨
૧૪૫
દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે કુલ ૧,૪૯,૨૨૪ અને નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધે ૧૧૬૯૬ મળીને, ૨૮ ના બંધે કુલ ૧૬૦૯૨૦ સત્તાસ્થાન થાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય આ જીવભેદમાં ૨૯ નો બંધ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, પં. તિર્યંચપ્રાયોગ્ય, મનુષ્યપ્રાયોગ્ય અને દેવ પ્રાયોગ્ય એમ ચાર પ્રકારનો છે. ત્યાં વિકલેન્દ્રિયપ્રાયોગ્ય ૨૯ નો બંધ કરનાર સંજ્ઞી પંચેન્દ્રિય જીવભેદમાં સા. તિર્યંચ, વૈક્રિય તિર્યંચ, સા. મનુષ્ય અને (ઉદ્યોતના ઉદય વિનાના) વૈક્રિય મનુષ્યો છે. ૮×૩=૨૪ બંધભાંગા છે. ૪૯૦૪-૫૬-૨૬૦૦-૩૨ મળીને કુલ ૭૫૯૨ ઉદયભાંગા છે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૪૮૮ થાય છે અને સંશી પંચેન્દ્રિય પર્યાપ્તામાં આવેલા ૨૩ ના બંધની બરાબર તુલ્ય જ આ સંવેધ છે. ૩૦૪૮૮ સત્તાસ્થાનને ૨૪ બંધભાંગે ગુણતાં ૭,૩૧,૭૧૨ સત્તાસ્થાન સમજવાં.
-
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ ના બંધ ૪૬૦૮ બંધભાંગા છે. તેને બાંધનારા સંશી પંચેન્દ્રિયમાં સા. તિર્યંચ (૪૯૦૪), વૈક્રિય તિર્યંચ (૫૬), સા. મનુષ્ય (૨૬૦૦) વૈક્રિય મનુષ્યના (ઉદ્યોતના ઉદય વિનાના) ૩૨ તથા દેવોના ૬૪ અને નારકીના પ મળીને કુલ ૭૬૬૧ ઉદયભાંગા સંભવે છે. તેને અનુસારે ૨૧ થી (૨૪ વિના) ૩૧ સુધીનાં કુલ ૮ ઉદયસ્થાનો સંભવે છે. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એમ પાંચ સત્તાસ્થાન હોય છે. સંવેધ ઉપર કહેલા વિકલેન્દ્રિયની તુલ્ય જાણવો. ફક્ત દેવોના ૬૪ અને નારકીના પાંચ ઉદયભાંગે બે-બે સત્તાસ્થાન વધારે કહેવાં. તેથી સત્તાસ્થાનોની સંખ્યા આ પ્રમાણે થાય છે.
સા. તિર્યંચના ૨૧-૨૬ ઉદયના સા. તિર્યંચના બાકીના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના દેવ-નારકીના મળીને
૨૯૬ ભાંગે × ૫ = ૧૪૮૦ ૪૬૦૮ ભાંગે × ૪ =૧૮૪૩૨ ૫૬ ભાંગે × ૨ = ૧૧૨ ૨૬૦૦ ભાંગે × ૪ =૧૦૪૦૦ ૩૨ ભાંગે × ૨ ૬૯ ભાંગે × ૨ =
=
Jain Education International
૭૬૬૧
૨૯ ના બંધે તિર્યંચપ્રાયોગ્યના ૪૬૦૮ બંધભાંગા હોવાથી ૩૦૬૨૬×૪૬૦૮= ૧૪, ૧૧, ૨૪, ૬૦૮ સત્તાસ્થાન થાય છે.
૬૪
૧૩૮
૩૦૬૨૬
મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ના બંધે બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાનક ૨૧ થી (૨૪ વિના) ૩૧ સુધીમાં ૮, ઉદયભાંગા ઉપર કહેલ તિર્યંચ પ્રાયોગ્યની જેમજ ૭૬૬૧ હોય છે. પરંતુ સત્તાસ્થાનમાં ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ એમ પાંચ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org