________________
ગાથા : ૪૧-૪૨
૧૩૭
છઠ્ઠો કર્મગ્રંથ
(૮) હવે સાત પર્યાપ્તામાંથી પ્રથમ સૂમ પર્યાપ્તા એકેન્દ્રિયમાં પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધ ભાંગા, ૨૧-૨૪-૨૫-૨૬ એમ ૪ ઉદયસ્થાનક હોય છે. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉદ્યોત-આતપ તથા યશનો ઉદય હોતો નથી. તેથી ૨૧ ના ઉદયે સૂક્ષ્મ પર્યાપ્તા અયશવાળો ૧ ઉદયભાંગો હોય છે. ર૪ ના ઉદયે તે જ ૧ ઉદયભાંગો પ્રત્યેક અથવા સાધારણ સાથે જોડવાથી ૨ ઉદયભાંગા થાય છે. ૨૫ ના ઉદયે પરાઘાત સાથે તે જ ૨, અને ૨૬ ના ઉદયે ઉચ્છવાસ સાથે પણ તે જ ૨ ઉદયભાંગ હોય છે. સર્વે મળીને ૧-૨-૨-૨ કુલ ૭ ઉદયભાંગા થાય છે.
જ્યારે તિર્યંચપ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગામાંનો કોઈ પણ બંધમાંગો બાંધે છે ત્યારે ૨૧ ના ઉદયે ૧ ભાંગે, અને ર૪ ના ઉદયે બને ભાંગે પાંચ પાંચની સત્તા હોય છે. પરંતુ ૨૫-૨૬ના ઉદયે અવૈક્રિય તેઉવાયુમાં સંભવે તેવા પ્રત્યેક નામકર્મના ઉદયવાળા ૧-૧ ભાંગામાં પાંચ પાંચ સત્તા, અને સાધારણના ઉદયવાળા ૧-૧ ભાંગામાં ૭૮ વિના ચાર ચાર સત્તા હોય છે. કારણ કે ૨૫-૨૬ માં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલી હોવાથી અવૈક્રિય તેઉવાયુને જ ૭૮ ની સત્તા સંભવે, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયને ૭૮ ની સત્તા ન સંભવે અને તેઉવાઉમાં સાધારણ નામકર્મનો ઉદય હોતો નથી. મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગે સર્વત્ર ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનક સંભવે છે.
નથી. તેથી તેમાં અસંજ્ઞી-સંજ્ઞી એમ બને અપર્યાપ્તામાં ચાર ચાર ઉદયભાંગા લેવાનો અર્થ નીકળી શકે છે. ગાથા ૧૬૭ ના ભાષ્યમાં આવો પાઠ છે. વિષા પછામાયણનાં ભાવનીયું, નવાં સ્ત્રી સ્વાવુ પ્રભુસ્વરૂપી વાવ્ય ! અહીં પ્રાગુક્તસ્વરૂપ આવા પ્રકારના શબ્દના કથનથી બને અપર્યાપ્તામાં ચાર-ચાર ભાંગા હોવાનું વિધાન નીકળી શકે છે.
તથા સપ્તતિકાસંગ્રહના ગુજરાતી વિવેચનમાં ગાથા ૧૩૮ માં પાના નં. ૧૯૩ માં પૂજ્ય પંડિતવર્ય શ્રી પુખરાજજી સાહેબે કૌંસમાં લખ્યું છે કે “આ રીતે અપર્યાપ્તા અસંજ્ઞીના પણ ચાર ભાંગા થઈ શકે છે. કેમકે જેમ અપર્યાપ્તા અસંજ્ઞી તિર્યંચ છે. તેમ અસંજ્ઞી અપર્યાપ્તા મનુષ્ય પણ છે.” મહેસાણા પાઠશાળાના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં તથા પંડિતવર્ય શ્રી રસિકભાઈના વિવેચનમાં ઉપરોક્ત કોઈપણ જાતની ચર્ચા વિના ૨૧-૨૬ ના ઉદયે બન્ને જીવભેદમાં ૪-૪ ઉદયભાંગા લઈને સંવેધ લખેલો છે.
આ બધા પાઠો જોતાં અને ચિંતન-મનન કરતાં ૨૧-૨૬ ના બને ઉદયે બને જીવભેદમાં ચાર ચાર ઉદયભાંગા લેવા જોઈએ એ વાત વધારે યુક્તિસંગત લાગે છે. કદાચ વિકસેન્દ્રિય જીવો માત્ર તિર્યંચ જ છે. તેથી તેના સાહચર્યથી અસંજ્ઞી પંચેન્દ્રિય પણ તિર્યંચ જ વિવસ્યા હોય અને મનુષ્યોની વિવક્ષા ન કરી હોય આવી કલ્પના બેસે છે. છતાં તત્ત્વ કેવલી પરમાત્મા જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org