________________
૧૩૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૦ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ચૌદ ગુણસ્થાનક હોવાથી મોહનીયનાં દશ દશ બંધસ્થાનક અને ૨૧ બંધમાંગા હોય છે. આ રીતે ૮-પ-૧ જીવભેદમાં અનુક્રમે ૧૨-૧૦ બંધસ્થાનક અને ૬-૧૦-૨૧ બંધભાંગા સમજવા.
આ જ ૮-૫-૧ જીવભેદમાં અનુક્રમે ૩-૪-૯ ઉદયસ્થાનક હોય છે ત્યાં સાત (લબ્ધિ) અપર્યાપ્તા અને સૂમ પર્યાપ્તા એમ ૮ જીવભેદમાં પ્રથમ ગુણસ્થાનક માત્ર હોવાથી ૭-૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાનકોમાંથી ફક્ત ૮-૯-૧૦ એમ ત્રણ જ ઉદયસ્થાનક હોય છે. કારણ કે ચોથે ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરીને પહેલે ગુણઠાણે આવનારા એવા અનંતાનુબંધીના અનુદયવાળા જીવો આ ૮ જીવભેદમાં સંભવતા નથી. વિસંયોજના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં જ થાય છે માટે. તેથી અનંતાનુબંધીના ઉદયવાળાં જ ઉદયસ્થાનો અને ઉદયભાંગાઓ આ ૮ જીવભેદમાં સંભવે છે. તથા આ આઠે જીવભેદ નપુંસકવેદના જ ઉદયવાળા છે. સ્ત્રી-પુરુષવેદ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં જ ઘટે છે. તેથી ચોવીસીને બદલે કષાય અને યુગલથી ગુણિત અષ્ટક જ થાય છે.
આ પ્રમાણે વિચારતાં ૮-૯-૧૦ એમ ત્રણ ઉદય સ્થાનક અને ૮ ના ઉદયનું એક, ૯ ના ઉદયનાં બે, અને ૧૦ ના ઉદયનું ૧ અષ્ટક એમ કુલ ૪ અષ્ટક સંભવે છે. તેના કારણે ૮૪૪=૩૨ ઉદયભાંગા થાય છે.
બાદર-એકેન્દ્રિય પર્યાપ્તા આદિ પાંચ જીવભેદમાં પહેલું-બીજું બે ગુણસ્થાનક હોવાથી ૭-૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાનક છે અને ચારે ઉદયસ્થાનકે અનુક્રમે ૧૩-૩-૧ એમ કુલ ૮ અષ્ટક હોય છે તેમાં પણ પહેલા ગુણઠાણે ૮-૯-૧૦ એમ ત્રણ ઉદયસ્થાનક અને ૩૨ ઉદયભાંગા તથા બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૭-૮-૯ એમ ત્રણ ઉદયસ્થાનક અને ૩૨ ઉદયભાંગા. બન્ને મળીને કુલ ૬૪ ઉદયભાંગા સંભવે છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ચૌદ ગુણસ્થાનકો હોવાથી મોહનીયકર્મનાં સર્વે ઉદયસ્થાનક અને ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનક પ્રથમ કહેલા ૮ જીવભેદમાં પહેલું જ ગુણસ્થાનક હોવાથી તથા બાદર-એકેન્દ્રિય પર્યાપ્તાદિ ૫ જીવભેદમાં પહેલું અને બીજું એમ બે જ ગુણસ્થાનક હોવાથી ૨૮-૨૭-૨૬ એમ ત્રણ સત્તાસ્થાનક હોય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વે ગુણસ્થાનક હોવાથી સર્વે (૧૫) સત્તાસ્થાનક હોય છે. હવે આ ૮-પ-૧ જીવભેદોમાં મોહનીયક કર્મનો સંવેધ કહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org