________________
૧૨૯
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૯ જીવો માત્ર તિર્યંચ અને મનુષ્યનું જ આયુષ્ય બાંધે છે. તેથી બંધ પહેલાંનો ૧, આયુષ્ય બંધ કાલના ૨, અને બંધ પછીના ૨, એમ પાંચ પાંચ ભાંગા દેવ-નરકગતિમાં હોય છે. તિર્યચ-મનુષ્યો ચારે ગતિનું પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી બંધકાલ પૂર્વનો ૧, બંધકાલ સમયના ૪, બંધ પછીના ૪, એમ નવ નવ ભાંગા તિર્યંચ અને મનુષ્યગતિમાં હોય છે. પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવો આવતા હોવાથી ચારે ગતિના આયુષ્યકર્મના પ+૯+૯+૫ = ૨૮ ભાંગા સંભવી શકે છે.
અપર્યાપ્ત સંજ્ઞીમાં આયુષ્યકર્મના ૧૦ ભાગા સંભવે છે. કારણ કે અપર્યાપ્ત સંજ્ઞી, તિર્યો અને મનુષ્યો એમ બે જ હોય છે. અને તેઓ પણ આવતા ભવનું નિયમા તિર્યંચ-મનુષ્યનું જ આયુષ્ય બાંધે છે. અપર્યાપ્તાવસ્થામાં મન ન હોવાથી તથાવિધ વિશિષ્ટ વિશુદ્ધિ કે સંક્લિષ્ટતા સંભવતી નથી. તેથી બંધકાલ પૂર્વનો ૧, બંધકાલના ૨, અને બંધકાલ પછીના ૨, આમ મળીને કુલ ૫ ભાંગા તિર્યંચગતિમાં અને ૫ ભાંગા મનુષ્યગતિમાં મળીને કુલ ૧૦ ભાંગા અપર્યાપ્ત સંજ્ઞીમાં હોય છે. (અહીં અપર્યાપ્ત જે લીધા છે તે લબ્ધિ અપર્યાપ્તા જ સર્વત્ર લીધેલા છે. તેથી તિર્યંચ-મનુષ્ય જ આવે છે. દેવ-નારકી નહીં. જો કરણ અપર્યાપ્તા લઈએ તો દેવ-નારકીના ભવનો પણ બંધકાલ પૂર્વનો ૧-૧ ભાંગી વધારે આવી શકે છે. પણ તે વિવક્ષા અહીં નથી.)
પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જ હોય છે. અને તેઓ ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. કારણ કે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા દેવ-નારકી અને યુગલિક તિર્યચ-મનુષ્યમાં પણ જાય છે. પાંચમા કર્મગ્રંથમાં જ કહ્યું છે કે “ફવિપુલ્વેડિં પત્રિયાસંવંસ મા ૩૩ ગમ” તેથી તિર્યંચગતિના આયુષ્યકર્મના જે ૯ ભાંગા છે, તે નવે નવ ભાંગા આ જીવભેદમાં ઘટે છે. દેવ-નારકી અસંજ્ઞી હોતા જ નથી. મનુષ્યો અસંશી (સંમૂર્ણિમ) હોય છે પણ તે નિયમા અપર્યાપ્તા જ હોય છે. પર્યાપ્તા હોતા નથી. તેથી અસંશી પર્યાપ્તા તિર્યંચ જ સંભવે છે. તેથી તિર્યંચગતિવાળા ૯ ભાંગા જ હોય છે.
બાકીના ૧૧ જીવભેદો તિર્યંચ જ હોવાથી અને તેઓ તિર્યંચ-મનુષ્યનું એમ બે જ આયુષ્ય બાંધતા હોવાથી તિર્યંચગતિવાળા નવ ભાંગામાંથી બંધ પૂર્વનો ૧, બંધકાલના ૨, અને બંધ પછીના ૨ એમ કુલ ૫ બંધ-ભાંગા સંભવે છે. અહીં એકેન્દ્રિયના ૪, અને વિકલેન્દ્રિયના ૬, એમ ૧૦ જીવભેદ તો તિર્યંચ જ છે. પરંતુ ૧૧ મો જીવભેદ અપર્યાપ્ત અસંજ્ઞી નામનો જે છે. તે તિર્યંચ પણ છે અને મનુષ્ય પણ છે તેથી તે અપર્યાપ્ત અસંજ્ઞીમાં તિર્યંચગતિના ૫, અને મનુષ્યગતિના ૫, મળીને કુલ ૧૦ ભાંગા લખવા જોઈએ અને ૧૦ ભાંગા સંભવી પણ શકે છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org