SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૧ બારે ઉદયસ્થાનકના મળીને કુલ ૭૭૯૧ ઉદયભાંગા થાય છે. ર૯-૩૦ હવે નામકર્મનાં સત્તાસ્થાનક કહે છે - तिदुनउई गुणनउई, अडसी छलसी असीइ गुणसीई । अट्ठयच्छप्पन्नत्तरि, नव अट्ठ य नाम संताणि ॥ ३१ ॥ त्रिद्विनवतिरेकोननवतिरष्टाशीतिष्षडशीतिः अशीतिरेकोनाशीतिः । अष्टषट्पञ्चसप्ततिः नवाष्टौ च नामसत्तास्थानानि ॥ ३१ ॥ ગાથાર્થ - ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ આમ નામકર્મનાં સત્તાસ્થાનો કુલ ૧ર હોય છે. / ૩૧ // વિવેચન - નામકર્મની પ્રકૃતિઓ સત્તામાં ૯૩ અથવા ૧૦૩ આમ બંને પ્રકારે ગણવામાં આવે છે. અહીં પાંચ જ બંધનની વિવક્ષા કરીને ૯૩ની સંખ્યાને આશ્રયી સત્તાસ્થાનો કહેલાં છે, તે આ પ્રમાણે છે. તીર્થકર નામકર્મ અને આહારકચતુષ્ક જે જીવોએ બાંધેલું છે એટલે કે નામકર્મની સર્વે પ્રકૃતિઓ જેને સત્તામાં છે તેવા જીવોને ૯૩નું સત્તાસ્થાન હોય છે. તીર્થકર નામકર્મ નથી બાંધ્યું પરંતુ આહારક ચતુષ્ક બાંધ્યું છે તેવા જીવોને ૯૨નું સત્તાસ્થાન હોય છે. જિન નામકર્મ બાંધ્યું છે પરંતુ આહારક ચતુષ્ક નથી બાંધ્યું તેવા જીવોને ૮૯નું સત્તાસ્થાન હોય છે અને જિનનામ તથા આહારક ચતુષ્ક બંને નહીં બાંધનારને ૮૮નું સત્તાસ્થાન હોય છે. આ ૯૩-૯૨-૮૯-૮૮ ચાર સત્તાસ્થાનકને પ્રથમ સત્તા ચતુષ્ક' કહેવાય છે. જિનનામ તથા આહારક ચતુષ્કની સત્તા વિનાના ૮૮ની સત્તાવાળા જીવો પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં વૈક્રિય અષ્ટકની ઉવલના કરે છે. છઠ્ઠા કર્મગ્રંથની મલયગિરિજીકૃત ટીકામાં આ ૮૮ની સત્તામાંથી એકેન્દ્રિયના ભવમાં પ્રથમ દેવદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના કરવાથી ૮૬ની સત્તા આવે છે એમ કહ્યું છે. તો નરતિનરવાનુqવ્યરથવા સેવાનિવાસુપૂવ્યવનિતયો પડશોતિઃ આવો પાઠ છે. સામાન્યપણે પ્રકાશિત થયેલાં ગુજરાતી વિવેચનોમાં પણ આમ જ પ્રસિદ્ધ છે. પરંતુ સિત્તરિની ચૂર્ણિમાં અને સપ્તતિકાના ભાષ્યમાં પહેલું નિયમા દેવદ્ધિક જ ઉવેલાય અને ૮૬ની સત્તા થાય, એમ કહેલ છે. (તો તેવફ-વાપાસTIT/પુત્રી ૩āણિ છાસી ભટ્ટ ચૂર્ણિપાઠ) તથા છાતી મરું સુરજ ઇત્યાદિ મૂલપાઠવાળી ૧પ૩મી સપ્તતિકાભાષ્યની ગાથામાં તથા તેની મેરૂતુંગાચાર્યકૃત ટીકામાં પણ પ્રથમ સુરદ્ધિકની જ ઉવલના થાય અને ૮૬ની સત્તા થાય એમ કહ્યું છે. (તતઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy