________________
૯૦
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ
આનુપૂર્વીનો ઉદય ઘટે છે. તેથી ૨૫નો ઉદય થાય છે. ત્યાં પણ આ ત્રણ જ પ્રતિપક્ષી પ્રકૃતિઓ છે. માટે ૮ ઉદયભાંગા થાય છે. દેવોને સંઘયણનો ઉદય હોતો નથી. માટે ૨૬નો ઉદય સંભવતો નથી તથા શરીર પર્યામિ પૂર્ણ થયા પછી પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે. તેમાં પણ ૮ ઉદયભાંગા થાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થતાં ઉચ્છવાસનો ઉદય થાય ત્યારે ૨૮નો ઉદય અને ૮ ઉદયભાંગા અને ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતનો ઉદય થાય તો પણ ૨૮નો ઉદય અને ૮ ઉદયભાંગા થાય છે. આમ બંને મળીને ૨૮ના ઉદયે કુલ ૧૬ ઉદયભાંગા જાણવા. ૨૮માં સુસ્વર સાથે પણ ૨૯ અને સ્વરના અનુદયે ઉદ્યોતના ઉદયે પણ ૨૯નો ઉદય થાય છે. બંને સ્થાને ૮-૮ કુલ ૧૬ ઉદયભાંગા જાણવા અને સુસ્વર સહિત જે ૨૯નો ઉદય છે. તેમાં ઉદ્યોતનો ઉદય મેળવતાં ૩૦નો ઉદય થાય છે. તેમાં પૂર્વની જેમ ૮ ઉદયભાંગા જાણવા. આ પ્રમાણે દેવોમાં ૨૧-૨૫૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ ૬ ઉદયસ્થાનક અને તેના અનુક્રમે ૮-૮-૮-૧૬-૧૬૮ મળીને ૬૪ ઉદયભાંગા થાય છે. નારકીને પ ઉદયસ્થાનક અને ૫ ઉદયભાંગા -
નારકીના જીવોને દેવોની જેમ જ ઉદયસ્થાનક હોય છે. પરંતુ સર્વે પણ પ્રકૃતિઓ અશુભ જ ઉદયમાં હોય છે. તેથી સર્વત્ર ૧ - ૧ જ ઉદયભાંગો હોય છે તથા ઉદ્યોતનો ઉદય દેવ - નારકીમાંથી દેવોને જ હોય છે. નારકીને હોતો નથી. તે માટે ઉદ્યોતવાળા ઉદયભાંગા નારકીને સંભવતા નથી. તેથી ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ એમ પ ઉદયસ્થાનક અને આ પાંચે ઉદયસ્થાનકે એક એક ઉદયભાંગો હોવાથી કુલ પાંચ ઉદયભાંગા હોય છે. નારકીના જીવોને ઉદયમાં આવેલી ૨૧ આદિ પ્રકૃતિઓ યથોચિત ફેરફાર સાથે દેવોની જેમ જાણવી.
આ પ્રમાણે ચારે ગતિના સર્વે જીવોને આશ્રયી તિર્યંચગતિના ૫૦૭૦, મનુષ્યગતિના ૨૬૫ર, દેવગતિના ૬૪ અને નરકગતિના ૫ મળીને કુલ ઉદયભાંગા ૭૭૯૧ થાય છે. તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે -
(૧) ઉદ્યોતના ઉદયવાળા ૨૮-૨૯-૩૦ ના ઉદયે ૮-૮-૮ એમ ૨૪ ઉદયભાંગા દેવમાં જે સમજાવવામાં આવ્યા છે. તે ભાંગી ઉત્પત્તિકાલે કરણ અપર્યાપ્તાવસ્થામાં હોતા નથી. પરંતુ મૂલશરીરસંબંધી બધી જ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ જ્યારે દેવો ઉત્તરવૈક્રિયશરીર બનાવે અને તે શરીર સંબંધી શરીર પર્યાપ્તિ આદિ પૂરી કરે ત્યારે જ ઉદ્યોતનો ઉદય થાય છે. તેથી ઉદ્યોતના ઉદયવાળા ભાંગા ઉત્તરવૈક્રિયમાં જ સમજવા. (ઉત્તરવેલ્વિયં કરંત રેસ ૩નો નમ્ભટ્ટ ચૂર્ણિકાર) તથા (૩ત્તરવૈશ્વિયં હિ તો દેવસ્યોદ્યોતોથો ભવતિ ટીકાકારશ્રી મલયગિરિજી) તથા (નવૃત્તવિલય કર્મગ્રંથકાર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org