________________
પર ]
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ ૦ આભૂ પરવાડના વંશના તથા આગેમિક ગચ્છના આ૦ શ્રી જયાનંદસૂરિ અને આ૦ શ્રી વિવેકરત્નસૂરિના શ્રાવકે ગંધારના વ્યવહારી પર્વત, વ્ય. કાનજી, વ્ય૦ પોઇયા વગેરે થયા હતા. તેઓએ ઘણું ધર્મકાર્યો કર્યા હતાં.
(– પ્રક. ૪૦, પૃ. ૫૪૩ પ્રક. ૪પ, પૃ. ૩૫ર અભૂવંશ) ૦ રામજી ગંધારીઓ–ગંધાર બંદરમાં પાસવર નામે શ્રીમાલી જૈન રહેતો હતો. તેને વર્ધમાન નામે પુત્ર હતે. શા. વર્ધમાનને (૧) રામજી, (૨) હંસરાજ અને (૩) મનરાજ – એ ત્રણ પુત્રો હતા.
આ સૌ તપાગચ્છના આ. શ્રી વિજયદાનસૂરિ અને આ૦ શ્રી વિજયહીરસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિ વગેરેના ભક્ત–શ્રાવકે હતા.
શા. વર્ધમાને પિતાના પુત્ર સાથે તે આચાર્યોના ઉપદેશથી સં. ૧૬૧૯-૨૦માં શ્રી શેત્રુંજય મહાતીર્થનો છ'રી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતો. અને સં. ૧૬૨૦ના કા૦ સુટ રને રોજ શ્રી શત્રુંજયતીર્થમાં ભંડાર પાસેની ઓરડી પાસેના ભગશ્રી શાંતિનાથના ચોમુખ જિનપ્રાસાદની ભટ્ટાશ્રી વિજયદાનસૂરિ અને ભટ્ટા) શ્રી વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
(– શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મેટું વર્ણન) તે સીએ બંને આચાર્યો વગેરે મુનિવરોને ગંધાર બંદર પધારવા આગ્રહભરી વિનંતી કરી હતી.
આ૦ શ્રી વિજયહીરસૂરિએ સં. ૧૯૩૭માં ખંભાતમાં ચોમાસુ કર્યું. સં. ૧૯૩૮ના મા સુઇ ૧૩ને દિવસે ખંભાતમાં સં. ઉદયકરણે આચાર્યશ્રી પાસે ભગવ શ્રી ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી.
શેઠ રામજી શ્રીમાલીએ આ ઉત્સવમાં આવી આચાર્યશ્રીને ગંધારમાં પધારવા વિનંતી કરી, પરંતુ તેને ગચ્છનાયક ગંધાર પધારે એવી આશા નહોતી. પણ ગચ્છનાયકે તે પછી પોતાના મુનિપરિવાર સાથે ખંભાતથી ગંધાર તરફ વિહાર કર્યો.
સંઘપતિ ઉદયકરણે ગંધારમાં શેઠ રામજીને ગચ્છનાયકના ગંધાર તરફના વિહારના સમાચાર એક સાધારણ માણસ પાસે કહેવડાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org