________________
[૭] સંગ્રહ છે, પણ તેના વહીવટદારોમાં કોઈ કોઈ એવા હોય છે કે જે સરસ્વતીને નહીં પણ માત્ર લક્ષ્મીને જ ઓળખતા હોય છે. આથી તેમાં એ દ્રવ્યને સદુપયોગ કરવાની આવડત જ હોતી નથી.
બીજી તરફથી જૈન સમાજમાં એવા વિવેકી જેનો પણ છે, કે જે પોતાની જાત મહેનતથી લક્ષ્મી મેળવી, તેને સત્પાત્રમાં વાવે છે. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ કાલિદાસ આવા વિવેકીઓમાંના એક છે, જેમણે જન સાહિત્યના વિવિધ ગ્રંથ પ્રકાશિત કરાવ્યા છે. તેમણે આ ઇતિહાસને ભા. ૧ વાંચીને જણાવ્યું કે, “આપ આને ભાવ ર જે જલદી પ્રકાશિત થાય તેમ કરે. પ્રારંભિક આર્થિક રકમ રોકવાની જરૂર પડે તો મને લાભ આપવા કૃપા કરજે.” મનુભાઈની આ પ્રેરણાથી અમારા ઉત્સાહમાં ઘણે વધારો કર્યો.
૩–૪. પં. વિકાશવિજયગણિ, મુનિ શ્રી ચંદ્રોદયવિજ્ય–તેઓ તે ૨૦ વર્ષ જૂના સ્નેહી મુનિવરો છે. અને જૈન સંસાયટીમાં હતા ત્યાં પણ શ્રીયુત આશારામભાઈ વગેરે સંધ અમારી ભક્તિમાં ઉત્સુક હતો પરંતુ આગમપ્રભાકર પૂર પુણ્યવિજયજી મહારાજ તથા ઉક્ત મુનિવરો અને નગરશેઠ કુટુંબના ગુરુભક્ત ભાઈઓને આગ્રહ હતો કે અમો શહેરમાં ઉજમફઈની ધર્મશાળામાં આવીએ તો સારું. આથી અમો સં૦ ૨૦૧૫ના વૈ૦ વર ૬ ના રોજ ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. પંન્યાસજી તથા ભક્તિપ્રિય મુનિ ચંદ્રોદયવિજયજીએ અમારી આજ સુધી સર્વ રીતે ભક્તિ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org