________________
૪૧૨ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ શત્રુંજયતીર્થમાં પ્રેમચંદ મોદીની ટ્રકની પ્રતિષ્ઠા કરી. તથા સંo ૧૮૭૫માં શ્રી શત્રુંજયતીર્થ ઉપર, છાલાકુ ડની ઉપર શ્રીપૂજની ટ્રકની પ્રતિષ્ઠા કરી. તેનું બીજુ નામ જિનેટ્રિક પણ હતું.
ભ, વિજયજિદ્રસૂરિએ સં. ૧૮૯૩મા રાંતેજમાં બાવન દેરીવાળા જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી હતી. તેઓ અંતે શિહેરમાં સ્વર્ગસ્થ થયા. શિહોરના જન સંઘે તેમના અગ્નિસંસ્કારના સ્થાને મારુદેવા ટ્રકમાં શુભદેવ મહાદેવની પાસેની ભૂમિમાં પહાડમાં શિહેરમાં સં. ૧૯૧૨ના કા. સુ. ૬ ને ગુરૂવારે જિનેંદ્રિક બનાવી હતી.
(– પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૨, “પુરવણું” પૃ૦ ૨૬૧,
જૈ. સપ્ર. ૦ ૯ર) તપાગચ્છમાં આણંદસૂરિશાખાના કવિ બહાદુર ૫૦ દીપવિજયજી ગણીએ સં. ૧૮૭૭ના વૈ૦ વ૦ ૩ ને રવિવારે સુરતમાં “સેહમકુલપટ્ટાવલી રાસ’ (ઉલ્લાસ ૪) રચ્યો હતો. - તેમાં તેમણે ભ૦ વિજયજિતેંદ્રસૂરિ સુધીનો ઈતિહાસ આપ્યો છે. તેમાં તેમણે આ ગ્રંથને પ્રામાણિક બનાવવા માટે સુબુદ્ધિવિજય ગણું", સંવેગી ખુશાલવિજય ગણું, ૫૦ રૂપવિજ્ય ગણ, પં. વીરવિજય ગણી, ભ૦ શાંતિસાગરસૂરિ અને પં. વિનયવિજય ગણું વગેરેના હસ્તાક્ષર કરાવ્યા હતા, એટલે આ બધા વિદ્વાનો સમકાલીન હતા એમ જાણવા મળે છે.
તપાગચ્છની વિજ્યદેવસૂરિશાખાના મહેo યશવિજય ગણીની પરંપરાના સંવેગી પં. દેવવિજય ગણીના ઉપદેશથી જગતશેઠ ખુશાલચંદ તથા શેઠ સુશાલચંદે સં. ૧૮૦૫ના મહા સુદિ પના રોજ સમેતશિખર મહાતીર્થને મોટે ૨૧મે જીર્ણોદ્ધાર કરાવ્યો હતે.
તેમના શિષ્ય ઇતિહાસપ્રેમી ખુશાલવિય ગણીએ સં. ૧૮૭ન્ના ૧. સંભવતઃ આ સુબુદ્ધિવિજય ગણ મોટા વિદ્વાન હતા, તેમનું બીજું નામ પં સુવિધિવિજય ગણી હોય, જેમણે પ૦ ઉત્તમવિજય ગણી અને પ૦ પવિજયગણીને સં૦ ૧૮૦૫ થી સં. ૧૮૧૦ સુધીમાં સુરતમાં અભ્યાસ કરાવ્યો હતો.
( – પ્રક. ૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org