________________
૪૦૬ ] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ जासी बारली गामाइ लेण हेासी, जो जिण माफिक खूट दीठ तेलियांने देसी ।
दस्खत पंचोली शंभु रामदत्त तेल्यांका कहेवासु मांडयो छै ।
संवत् १८५१ मीती वैज्ञाख बदी ९ गुरूवार । નોંધ – મેવાડમાં મેવાડ તથા મારવાડની સરહદ ઉપર ચિત્તોડ તથા અજમેરની વચ્ચે વિજયનગરથી ૧૪ માઈલ ઉત્તરમાં બાંદનવાડા ક (ગામ) છે. ત્યાં શ્વેતાંબર જૈનેનાં ૨૫ ઘર છે. ભગવાન કેશરિયા આદિનાથનો શિખરવાળો મોટો જિનપ્રાસાદ છે. મૂળનાયકની પ્રતિમાને લેખ નથી. મંદિરમાં બીજી પાષાણની જિન પ્રતિમાઓની ગાદીમાં સં. ૧૫૪૫, સં. ૧૬૭૧, સં. ૧૬૭૭ (૭૮)ના પ્રતિમાલે છે. ત્યાં વિવિધ સ્થાનના લેખેવાળી પંચતીથી ધાતુ પ્રતિમાઓ પણ ઘણી છે.
જિનપ્રાસાદની દીવાલમાં સં. ૧૮૫૧ની સાલને મેવાડી ભાષામાં એક મેટા શિલાલેખ છે. તે ઉપર પ્રમાણે છે. આ લેખની અક્ષરશઃ નકલ જૈનસંઘના ચોપડામાં પણ લખી રાખી છે.
સુરતના શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી જૈનને પૂ. ગુરુદેવે પાલિતાણામાં યશોવિજયજી જૈન ગુરુકુળ તૈયાર કરી વહીવટ માટે સેપ્યું હતું. તેમણે સં. ૧૯૭ (ગુજરાતી) મહા વદિ ૧૦ ના રોજ બાંદનવાડામાં ત્રિપુટી મુનિઓ પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ મુનિ જિનભદ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. બાંદનવાડાના જૈન-જૈનેતર પચે એકઠા થઈને આ દીક્ષાની ખુશાલીમાં દર સાલ માટે મહા વદિ ૧૦ અને ભા૦ સુ૪ના રોજ પાખી પાળવાનું નકકી કર્યું હતું.
(–જે. સ. પ્ર. ૪૦ ૭૦, પૃ. ૩૭૪) ૩. કચ્છના ખાટકીઓને પ્રતિબંધ-સેનૈયા કીડા કચ્છના રાવે કચ્છમાં હરણ તથા મેરને શિકાર કરવાનો પ્રતિબંધ કરી તે અંગે રાજ્ય તરફથી વટહુકમ કાઢઢ્યો હતો તથા કરછના અખાતમાં સેનૈયા કીડા થતા હતા તેને માછીમારો મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org