________________
સડસઠમું] પં. પદ્મવિજય ગણું
[૪૦૧. વાદમાં ત્રણ ચાતુર્માસ, વિસનગરમાં બે ચાતુર્માસ ગાળ્યાં. ત્યાં ભગવતી સૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાં પાટણના સંઘની વિનંતિ આવતાં ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાં “અનુગદ્વારસૂત્ર”ની દેશના આપીને ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી શેઠ પ્રેમચંદ લવજી મેદીએ સિદ્ધાચલને સંઘ કાઢ્યો. તેમાં સાથે ગયા ને શત્રુંજયની યાત્રા કરી.
સં. ૧૮૩૮માં લીંબડીમાં ચોમાસુ કર્યું, ત્યાં ઉપધાનતપ કરાવ્યું. સં૧૮૩૯માં પણ લીંબડીમાં જ ચોમાસુ ગાળ્યું. તેમના પ્રભાવથી ત્યાં ૧૦૯ માસક્ષમણની તપસ્યાઓ થઈ. અહીંથી વીસલનગરમાં ચોમાસું કર્યું, ત્યાં શ્રાવિકાઓને ઉપધાનતપ કરાવ્યું. ત્યાં સમવસરણની રચના કરાવી.
સં. ૧૮૪૩માં તેઓ રાધનપુરમાં ચોમાસુ રહ્યા, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી વિરમગામ આવી ત્યાંના ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૪૩ના જેઠ મહિનામાં રાધનપુરના દેવરાજ મસાલિયાએ ગોડીજીની યાત્રાનો સંઘ કાઢ્યો હતે.
સં. ૧૮૪૪માં તેઓએ પાટણમાં માસુ કર્યું, ત્યાં “આચારાંગસૂત્ર'નું વ્યાખ્યાન કર્યું. એ સમયે પાટણમાં ૮૦ જિનાલયો હતાં. ત્યાં તેમણે પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી તેઓ રાધનપુર આવ્યા. ત્યાં ચોમાસુ કરી પાછા પાટણ આવ્યા. અહીં “આવશ્યક નિર્યુક્તિ”નું વ્યાખ્યાન આપી શ્રીસંઘને ખુશ કર્યો. અહીં રાધનપુરમાં બે ચાતુર્માસ કર્યા. ત્યાં “પન્નવણુસૂત્ર”નું વ્યાખ્યાન આપ્યું. ત્યાંથી તેઓ પાટણ આવ્યા. ત્યાંથી સં. ૧૮૪૮નું ચોમાસુ રાધનપુરમાં ગાળી શત્રુંજય ગયા. ત્યાંથી તેમણે સુરત માટે વિહાર કર્યો. સુરતમાં સંઘવી પ્રેમચંદ લવજીએ તેમનું દબદબાભર્યું સામૈયું કર્યું, ત્યાં “પન્નવણાસૂત્ર પૂરું કરી મહાભાષ્યનું વ્યાખ્યાન શરૂ કર્યું. ઉપધાનતપ કરાવ્યું. ત્યાંથી રાંદેર ગયા. ત્યાં સ્થાનકવાસી મુનિ સાથે શાસ્ત્રાર્થ થયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org