________________
પ્રકરણ સડસઠમું
પં. પદ્મવિજય ગણી જેનોની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ નગરમાં શામળાની પળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતો હતો. તેમની પત્નીનું નામ હતું ઝમકુબાઈ. તેનાથી સં. ૧૭૯૨ના ભાદરવા સુદિ બીજના રોજ એક પુત્રનો જન્મ થયે, તેનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું હતું. તેને સાત વર્ષની વયે નિશાળમાં બેસાડવામાં આવ્યા ને અગિયાર વર્ષની ઉંમરે તે ભણી-ગણીને વ્યવહારકુશળ બન્યો.
આ પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ કુશળ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્રો વગેરે શાસ્ત્રજ્ઞાનમાં નિષ્ણાત હતી. તેણે પોતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે તેના માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણીનું વ્યાખ્યાન સાંભળવા જતો હતો. વ્યાખ્યાનમાં
પ્રજ્ઞાપના સૂત્ર” અને ચરિત્રમાં “ઋષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હૃદય વરાગ્યવાસિત બન્યું. માતા-પિતાને સમજાવી છેવટે આજ્ઞા મેળવી. સં. ૧૮૭૫ના મહા સુદિ પના રોજ અમદાવાદની પાતશાહની વાડીમાં પાનાચંદે ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી ગુરુએ તેનું નામ પવિજય રાખ્યું.
મુનિજીવનમાં આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથો વાંચ્યા. વ્યાકરણાદિ શાસ્ત્રોમાં નિષ્ણાત મુનિ સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદઅલંકાર શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા. ગીતાર્થ મુનિ પાસે અંગઉપાંગ આગમગ્રંથ, પાંચ કર્મ ગ્રંથ, કમ્મપયડી વગેરે શાસ્ત્રો ભણી પ્રવીણતા પ્રાપ્ત કરી.
તપાગચ્છના પટ્ટધર આ૦ શ્રી વિજયે ધર્મસૂરિએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં મુનિ પદ્મવિજયજીને પંડિત પદવી આપી તેમની યોગ્યતાની કદર કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org