________________
સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ
[ ૩૦૩ અંજનશલાકા કરી તે પછી તેઓ વિહાર કરી ગયા. બંને આચાર્યોએ સં. ૧૬૫માં માંડવગઢમાં ચોમાસું કર્યું હતું. તે પછી પાયચંદગચ્છના આ જયચંદ્ર કર્મવાસમાં કેઈ કેઈની પ્રતિષ્ઠા કરી હતી.
(-પ્રક. ૫૩ “પાયચંદમત ”) આ જ સમયે સં. ૧૬૯ના વૈ૦ સુહ ૫ ને રવિવારે તેમની (ભટ્ટારકની) આજ્ઞા મેળવી તેમના શિષ્યોના હાથે દીવબંદરના સંઘવી ગોવિંદજીએ શત્રુતીર્થમાં મોટો નવે જિનપ્રાસાદ બનાવી તેમાં તેમના શિષ્યોના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
તેમણે સં. ૧૬૯૭માં વિધ્યનગર (વીજાનગર–ગોલવાડ)માં જિનપ્રતિષ્ઠા કરી અને ભ૦ વિજયદેવસૂરિ વિધ્યનગરમાં તથા આ. વિજયસિંહસૂરિએ ઉદયપુરમાં ચોમાસું કર્યું અને રાણાને ઉપદેશ આપી વરકાણું તીર્થને મેળામાં કર, જકાત માફ કરાવ્યાં.
પછી સં. ૧૯૯૮માં અમણેરમાં પ્રતિષ્ઠા દેલવાડામાં ૧ પ્રતિષ્ઠા તથા નહીગગામ (ગોગુંદા)માં પ્રતિષ્ઠા અને આઘાટમાં ૧ પ્રતિષ્ઠા એમ પાંચ પ્રતિષ્ઠા કરી હતી તથા મેડતામાં બે જિનપ્રતિષ્ઠા કરી હતી.
સં. ૧૯૯૮ત્માં ઉદયપુરમાં ચોમાસુ કરી રાણા જગસિંહને ઉપદેશ આપી તેને જિનપૂજાપ્રેમી બનાવ્યો તથા તેની પાસે ઘણું અહિંસા પળાવી.
સં. ૧૭૦૦માં શેઠ શાંતિદાસ ઝવેરીએ ભટ્ટા, વિજયાનંદસૂરિગચ્છના ગીતાર્થોને હાથે અમદાવાદના બાબીપુરામાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
કમલદલ પ્રતિષ્ઠા – ભટ્ટા. વિજયદેવસૂરિ તથા આ. વિજયસિંહસૂરિની આજ્ઞાથી ઉપા. સપ્તમચંદ્રગણી (સકલચંદ્રગણું – આલમચંદ્રગણી)એ સં. ૧૭૦૦ના મ૦ સુ૧૨ ને રોજ પાલીમાં જોધપુરમાં જયરાજ મુહણેતના કમલદલવાળા ૨૪ જિનસમવસરણની પ્રતિષ્ઠા કરી.
(–પ્રાજિ. લે. ભાગ ૨, ૯૦ નં૦ ૩૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org