________________
૨પર 3 જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ગુ. આ. વિજ્યહીરસૂરિ ૫૯ આ. વિજયસેનસૂરિ, ૬૦ આ. વિજ્યતિલકસૂરિ અને ૬૧ આ. વિજયાનંદસૂરિનું ઉપાસક હતું. સમગ્ર કુટુંબ ધર્મપ્રેમી હતું.
વજિયા અને રાજ્યિા બંને ભાઈઓ અસલમાં ગંધારના વતની હતા. તેઓ ખંભાત જઈને વસ્યા. ત્યાં વેપાર દ્વારા ધનપતિ બન્યા. તેઓએ દાનપુણ્યમાં પિતાની લક્ષ્મીનો ઘણે ઉપયોગ કર્યો. પછીથી તેમણે ગોવામાં દુકાન ખેલી તે દ્વારા પણ તેમને ઘણે માટે વેપાર ચાલ્યા. તેઓ ગંધાર, ખંભાત અને ગાવામાં અવારનવાર રહેતા હતા. - દિલહીનો બાદશાહ અકબર, ખંભાતને નવાબ તથા ગેવાને ફિરંગી મલેક પરત કાલમશાહ બંને ભાઈઓનું બહુમાન કરતા હતા. તેઓએ તેમના તીર્થયાત્રાના સ્થળના યાત્રાકર માફ કર્યા હતા. તે ભાઈઓએ આબુ, રાણકપુર, ગોડીજી વગેરે તીર્થોના છરી પાળતા યાત્રાસંઘ કાઢયા હતા અને એ રીતે સંઘપતિ બન્યા હતા.
ખંભાતની સરકારે તેમની વિનંતીથી દીવબેટ પાસેના ઘઘલા ગામની જીવહિંસા બંધ કરાવી હતી.
તેઓ ખંભાતમાં હતા ત્યારે આ વિજયસેનસૂરિને પધરાવી સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતમાં માટે પ્રતિષ્ઠાઉત્સવ ઊજવ્યો હતો અને તેમના હાથે મેટી ધામધૂમથી જિનપ્રતિષ્ઠાએ કરાવી હતી. ૧. ખંભાતમાં સાગવટપાડામાં ભય ચિંતામણિ પાર્શ્વનાથનું
જિનાલય. ૨. ખંભાતમાં શ્રી. મહાવીર સ્વામીનું જિનાલય ૩. ખંભાતથી એક કેશ દૂર નેજા ગામમાં ભ૦ ઋષભદેવનું - જિનાલય. ૪. કાવીબંદરના સાર્વજિનપ્રાસાદ માટે શ્રી મહાવીરસ્વામીની
પ્રતિમા ૫. ગંધારના જિનપ્રાસાદ માટે નવવલ્લભ પ્રાર્થનાથની પ્રતિમા. ૬. વરડાલામાં કરહેડા પાર્શ્વનાથનો જિનપ્રાસાદ. ૭. વરડોલા માટે ભદ નેમિનાથની પ્રતિમા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org