________________
ઓગણસાઈઠ] ભટ્ટાર વિજયસેનસૂરિ
[૨૪૧ ગંધાર પધાર્યા. ગંધારના સંઘે આ પ્રસંગે પદવી ઉત્સવની આમંત્રણપત્રિકા મકલી બહારના જૈનોને પણ ગંધાર બોલાવ્યા હતા. એટલે અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, કાવી વગેરે સ્થળેના જનસંઘે ત્યાં આવ્યા હતા.
આ. વિજયદેવસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦ સુ. ૧૦ ને શુક્રવારે પુષ્પ નક્ષત્રમાં ગંધાર બંદરમાં ભ૦ મહાવીરસ્વામીના જિનાલયની પાસે બાંધેલા મેટા મંડપમાં વિવિધ શહેરોના શ્રીસંઘની સાક્ષીમાં ૫૦ વીરવિજયગણીને આચાર્યપદવી આપવામાં આવી. પદવી પ્રદાનની વિધિ થયા પછી વૃદ્ધ સ્થવિર પં. કમલવિજયગણિવરે મંડપમાં ચતુર્વિધ સંઘની વચ્ચે જાહેર કર્યું કે, ભટ્ટાવિજયદેવસૂરિએ પં. વીરવિજય ગણિવરને આચાર્ય બનાવ્યા છે અને તેમનું નામ વિજયપ્રભસૂરિ રાખવામાં આવ્યું છે.
આ સાંભળી શ્રીસંઘે વિર ભગવાન, જૈન શાસનની અને પૂજ્ય ગચ્છાચાર્ય તેમ જ નવા આચાર્યની જય બોલાવી એકત્ર થયેલા બધાય શ્રીસંઘાએ સાદર સ્વીકૃતિ આપી.
મહો. કમલવિજયની દીક્ષા સં. ૧૬૧૧માં ખંભાતમાં ભટ્ટા વિજયદાનસૂરિના હાથે થઈ હતી અને તેઓ સં. ૧૭૧૦ પછી કાળધર્મ પામ્યા હશે એટલે સંભવ છે કે તેમની ઉંમર સવાસે વર્ષની અને દીક્ષા પર્યાય સો વર્ષને હશે !
(૬૦) પં. કમલવિયગણિવરના શિષ્ય પં. કીર્તિવિયે સં. ૧૬૮૭ના કા. સુ. ૧૦ના રોજ દેલવાડામાં ભટ્ટાવિજ્યદેવસૂરિના રાજ્યમાં સાધ્વી હેમદ્ધિ શિષ્યા કલ્યાણદ્ધિ માટે પખીસૂત્રની પ્રત લખી.
(શ્રી. પ્રશરિતસંગ્રહ ભા. ૨, પ્ર. નં. ૬૮૫) ૧. આ સમયે કમલવિજયગણ નામના ધણ મુનિઓ થયા છે તે આ પ્રમાણે (૧) મહા લક્ષમીભદ્રીય શાખાની વાચક પરંપરામાં થયેલા પં૦ અમરવિજયગણના
શિષ્ય (૫૭) પં. કમલવિજયગણી (૨) જગદગુરુ આ૦ વિજયપ્રભસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય તયા મહેતુ સોમવિજય
ગણના શિષ્ય મુનિ કમલવિજયગણી. (૩) ભદ્રા વિજયાનંદસૂરિના મહ૦ કમલવિજયગણું–તેમણે ભટ્ટાવિજયદાનસૂરિ,
ભવ્ય વિજયહીરસૂરિ, ભ૦ વિજયસેનસૂરિ, ભ૦ વિજયદેવસૂરિ અને ભ૦ વિજય
પ્રભસૂરિનું શાસન જોયું હતું. જે ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org