________________
ઓગણસાઈઠ ]
ભટ્ટાર વિજ્યસેનસૂરિ
[૨૩૯
પરંપરા પહેલી –
૬૦ મહ૦ કમલ વિજ્ય ગણું–મારવાડના નાડલાઈમાં શા. કર્માશાહ એસવાલને કેડમદે નામે પત્ની હતી અને જયસિંહ નામે પુત્ર હતો. આ. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૧માં ખંભાતમાં કમશાહને દીક્ષા આપી. મુનિ કમલવિજય નામ રાખ્યું. તેમને પોતાના પટ્ટધર આ. વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા.
આ. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૭ના જેઠ સુદિ ૧૧ના રોજ સુરતમાં કેડમને દીક્ષા આપી તેનું નામ સાધ્વી કલ્યાણશ્રી રાખ્યું. અને સં. ૧૬૧ના જેઠ સુદિ ૧૧ના રોજ સિંહલગામમાં જયસિંહને દીક્ષા આપી મુનિ જયવિમલ નામ આપ્યું ને તેમને આ વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા.
આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૨૭ લગભગમાં મુનિ જ્યવિમલને પંન્યાસ બનાવી પછી ઉપાધ્યાય બનાવ્યા. તેમ જ સં. ૧૬૨૮ના ફા૦ સુ૦ ૭ ના રોજ ઉપા૦ જયવિમલને અમદાવાદમાં આચાર્યપદવી આપી તેમનું નામ વિજયસેનસૂરિ રાખ્યું. આ હીરવિજયસૂરિએ આ. વિજયસેનસૂરિને સં. ૧૬૩૦ના પોષ વદિ ૧૪ના રોજ પાટણમાં પોતાની માટે સ્થાપન કરી ગચ્છનાયક બનાવ્યા.
જૈન શ્રમણસંઘમાં એવી મર્યાદા છે કે કોઈ પણ મુનિવર ગચ્છનાયક વગેરે કઈ મેટી પદવીધારી બને પણ તે પોતાના પિતા, માતા કે મેટાભાઈ પાસે નમસ્કાર કરાવે નહીં પણ જે અનુકૂળતા હોય તે તેમને ઉપાધ્યાય કે મહત્તરા વગેરે મટી પદવીઓ આપી શ્રમણસંઘમાં સૌથી મેટા બનાવી સૌને માટે વંદનીય બનાવી દે છે. એટલે બનવાજોગ છે કે આ વિજયહીરસૂરીશ્વરે અથવા આ૦ પં. કમલવિજયગણને ઉપાધ્યાય બનાવ્યા હોય !
પછીના ગ્રંથલેખક ઉપાર કમલવિજય ગણીને વૃદ્ધ પંન્યાસ તરીકે ઓળખાવે છે અને આ વિજયસેનસૂરિના ઉપાધ્યાય તરીકે પણ બતાવે છે. આથી અમે ઉપાઠ કમલવિજયગણને આ. વિજયસેન સૂરિની પરંપરામાં ગોઠવ્યા છે.
ઉપાઠ કમલવિજય ગણીને ૧. પં. સત્યવિજયગણું ૨. પં. કીર્તિવિજય ગણું અને ૩. પં૦ ધનવિજયગણ વગેરે શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org