SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રાણપુર– રાણજી ગોહેલે ઈ.સ. ૧૩૦૪ (વિસં. ૧૩૩૧) પછી રાણપુર વસાવ્યું. મહમ્મદ બેગડાના પુત્ર અહમદશાહ સિકંદરે ઈ.સ. ૧૪૭૪ (વિ. સં. ૧૫૩૧)માં રાણપુર ભાંગ્યું. પછેગામ – વલ્લભીની ચડતી-પડતી પ્રસંગે પરા જેવું પડેગામ વસ્યું. ઠા સરતાનજી ગોહેલના બીજા પુત્ર દેવજીને ઈ.સ. ૧૫૭૦ લગભગ (વિ.સં. ૧૬ર૭)માં પહેગામને ગરાસ મળ્યો. તેની પાટીમાં ઉમરાલા અને વળાની વચ્ચેની પાટીની ઘણું જમીન હતી. દડવા – વલભીવંશની રાજકુમારી દુદાએ દુદ્દવિહાર બનાવ્યો, તેણે એ વિહારને માટે ઘણી જમીન, વાવો વગેરે આપ્યાં હતાં. વલ્લભીના નં. પ૬ના તામ્રપત્રથી જાણવા મળે છે કે દાંત્રેટીયાની વાવ કે ઊજમવાવ અને બડેદની દક્ષિણે એક મોટી વાવ હતી, જેમાં આદિત્યદેવ ( સૂર્ય)નાં ચરણે બિરાજમાન હતાં, તેથી તે વાવ આદિત્યદેવ પાદીયાની વાપી (સૂર્યદેવનાં પગલાંવાળી વાવ) નામથી પ્રસિદ્ધ હતી. તે દાવિહારના તાબામાં હશે. દદ્દાવાવનું અપભ્રંશ કે અ૯પાક્ષરી નામ દવા બની શકે. દદવામાં પહેલાં સૂર્યની સ્થાપના હશે, પછી દેવીપૂજાના યુગમાં સૂર્યને બદલે સૂર્યપત્ની રત્નદેવી–રયણદેવીની સ્થાપના થઈ હશે. એટલે આજે તે વાવ રાંદલની વાવ તારી ઓળખાય છે. વૃદ્ધવાણ એવી છે કે, કાળુભારની નદીનાં પાણી માટી સર (નીક) આવતી હતી. વાવનું પાણી પગથિયાં બહાર નીકળી ગામમાં ચાલ્યું જતું હતું, તેથી લોકોએ તે વાવમાં ઊતરી ગાડીનું પૈડું ભરાવી સરને રોકી દીધી છે. ત્યારથી તેમાં ઘાણીનો ભંડોળ એ છે છે. આજે સુકાળ હોય કે દુકાળ હોય તે પણ આ વાવમાં પાણી બરાબર બની રહે છે. દડવાની વાવમાં રાંદલની સ્થાપના છે. આ સ્થાન સૌરાષ્ટ્રમાં તીર્થ તરીકે વિખ્યાત છે. યાત્રિકે રવિવારે અને મંગળવારે દર્શન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy