________________
૧૬૦] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ (૧૨) શેઠ જગદીશભાઈ, ભાર્યા સુનીતાબેન (૧૩) પુત્રી દક્ષા (૧૪) પુત્ર ધીમંત (૧૧) કસ્તુરભાઈ (૧૨) પ્રિય મિત્ર (૧૨) અરુણકુમાર (૧૨) જગદીશ (૧૨) પ્રિયંવદા (૧૨) પ્રમીલા
(૧૨) ઈલા. છઠ્ઠા પુત્ર શેઠ સૂરજમલ, ભાર્યા પ્રધાનબાઈ–
આ શેઠ સૂરજમલે સંભવતઃ વાઘણપોળમાં શ્રી ચિંતામણિ પાર્થનાથને જિનપ્રાસાદ બંધાવ્યો. તેમાં પ્રાયઃ સં. ૧૮૬૮ના વૈશાખ સુદિ ૩ ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેમજ બીજી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સં. ૧૮૮૨માં કરાવી. એ જ સમયે શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ વગેરેનાં દેરાસર બન્યાં અને પ્રતિષ્ઠા થઈ. તેણે શ્રી શત્રુંજયમાં હેમાભાઈની ટૂંકમાં દેરી બનાવી.
શેઠ સૂરજમલ બહાદુર અને ધર્મપ્રેમી હતો. અમદાવાદની રતનપોળમાં “સૂરજમલનું ડેલું” નામથી પ્રસિદ્ધ સ્થળ એનું નિવાસ – સ્થાન હતું.
શેઠ વખતચંદના સાતમા પુત્ર મનસુખભાઈ હતા. તેમને ખીમચંદ, છગનભાઈ, મેના અને રૂપા નામે સંતાન હતાં.
ઉજમબાઈ – આ શેઠ વખતચંદની પુત્રી હતી. શેઠ હેમાભાઈની બહેન હતી. શેઠ પ્રેમચંદભાઈ તેમને ફાઈ કહેતા હતા આથી તેમનું નામ ઉજમફઈ તરીકે પ્રસિદ્ધ છે. તેમનું લગ્ન શેઠ મેહનલાલ મણિલાલ ઝવેરીના પિત્રાઈ ભાઈ સાથે અગર એ કુટુંબમાં થયું હતું. તે નાનપણથી વિધવા બન્યાં, ત્યારથી તે ભાઈ એની સાથે રહી ધર્મધ્યાન કરતાં રહેતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org