________________
૧૫૮] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ૪. પુત્ર શેઠ અનોપભાઈ
(૮) શેઠ અનોપભાઈ (૯) શેઠ ડાહ્યાભાઈ, ભાર્યા ઊજળબાઈ.
(૧૦) શેઠ સારાભાઈ–તેઓ વિચક્ષણ, બુદ્ધિશાળી, સાહસી અને બહાદુર જૈન હતા. કુશળ વેપારી હતા. રાજા-મહારાજાઓના મિત્ર હોવાથી રાજતંત્રના અચ્છા ખેલાડી હતા. તેમનું સૂત્ર હતું કે, નગરશેઠના કુટુંબમાં આપસમાં ક્લેશ થાય તેવી કઈ ઘટનાને વજન આપવું નહીં અને નગરશેઠના કુટુંબની પ્રત્યેક વ્યક્તિના ઊંડાણમાં ઊતરવા પ્રયત્ન કરવો. તેમના પ્રયત્નથી જ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ ઊંચે દરજે ચડ્યા છે.
આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કહેતા હતા કે અમવાદમાં (૧) શેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, (૨) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અને (૩) પ્રતાપસિંહ મેહનલાલ બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, તેઓ જે ધારે તે કરી શકે તેવા છે. શેઠ સારાભાઈ આ. શ્રી વિજયકમલસૂરિ મઠ તથા આ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજના ભક્ત હતા.
એક વાર તેઓ વ્યાપારી મૂંઝવણમાં સપડાયા. આપઘાત કરવાની તૈયારીમાં હતા પણ આ૦ શ્રી વિજયકમલસૂરિ મહારાજનો વાસક્ષેપ માથે પડતાં તેમને માર્ગ સૂઝી આવ્યા અને બચી ગયા.
તેમણે સેરિસાતીર્થનું ભવ્ય જિનાલય બંધાવ્યું. સંઘ કાઢો. તેઓ દેશી રજવાડાઓના માનીતા હતા. લેડી ઈરવિન તેમને ધર્મબંધુ માનતી હતી. તેમના કહેવાથી તે જનતાને મોટી રાહત આપતી રહેતી. તેઓ સવારે ઊઠી, નિત્યવિધિથી પરવારી બ્રાહ્મમુહૂર્તમાં ઊજમ ફાઈની ધર્મશાળામાં ગુરુવંદન કરી મટી શાંતિને પાઠ સાંભળતા.
(૧૧) પુત્ર રમણભાઈ, ભાર્યા વસુબેન. શેઠ વખતચંદને પરિવાર– . (૭) શેઠ વખતચંદ (૮) શેઠ હેમાભાઈ ભાર્યા કંકુબાઈ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org