SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] સંકલન કરવાની તેમની શક્તિ, ઘણી વાર તો આશ્ચર્ય થઈ આવે એટલી હદ સુધી વિકાસ પામી હોય એવું લાગ્યા વગર નથી રહેતું. ત્રિપુટીજીના ઈતિહાસ વિષયક ગ્રંથો વાંચ્યા પછી એમ લાગે છે કે જૈનને ગરિમામય ઇતિહાસ વાંચ્યા વિના વિશ્વને કોઈ પણ ઇતિહાસ અધૂરો જ છે – અપૂર્ણ જ છે. અરીસાનું કાર્ય હૂબહૂ પ્રતિબિંબ પાડવાનું છે. ઈતિહાસને જે અરીસા સાથે સરખાવીએ તે એનું કાર્ય ભૂતકાળનું હૂબહૂ દર્શન કરાવવાનું બને છે. આ ગ્રન્થને જોયા પછી ચક્કસ લાગે છે કે ઈતિહાસે અરીસાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી છે. આ ગ્રન્થના આ પૂર્વે પ્રકાશિત થયેલા પ્રથમ વિભાગમાં ભ૦ મહાવીરસ્વામીથી આરંભીને સં૦ ૧૦૦૦ સુધીનો ઇતિહાસ, બીજા વિભાગમાં સંવ ૧૦૦૧થી સં. ૧૨૦૦ સુધીને ઈતિહાસ અને ત્રીજા વિભાગમાં સં. ૧૨૦૧થી સં. ૧૬૦૦ સુધીનો ઈતિહાસ આપવામાં આવ્યો હતો. પ્રથમવાર જ પ્રકાશિત થતા આ ચોથા વિભાગમાં અગાઉના ત્રણ વિભાગમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ પછી આનુસંધાનિક –આગળ વધતો-ઈતિહાસ સં. ૧૬૦૧ થી શરૂ કરીને વીસમી સદીના ઉષ:કાળ સુધીને આપવામાં આવ્યો છે. સુખદ આશ્ચર્યની વાત તો એ છે કે આ ગ્રન્થ જૈન ઈતિહાસની દૃષ્ટિએ જ લખાયો હોવા છતાં એ માત્ર જનેના ઈતિહાસને દર્શાવીને જ જતો નથી. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મના શબ્દોમાં કહું તો— પ્રસ્તુત ગ્રન્થ એ મુખ્યત્વે જૈન ઇતિહાસ હોવા છતાં તેમાં જે વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આપી છે, તેથી એ એક વ્યાપક દૃષ્ટિને એતિહાસિક ગ્રન્ય બની ગયો છે.” ૩ અંતે મુનિશ્રી ભદ્રસેનવિજ્યજી મને મારું નમ્ર સૂચન છે કે એમના ઉપકારી ત્રિપુટી મુનિવર્યોનું હવે પછીનું અપ્રગટ અતિહાસિક સાહિત્ય અને અન્ય ઉપચોગી સાહિત્ય એઓ જલદી પ્રકાશમાં લાવે. સં ૨૦૩૯, ગુરૂપૂર્ણિમા પ૦ પૂર્વ પંન્યાસપ્રવરશ્રી શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવન, સૂયસાગરગણિવર્ય પાદપક્વસેવી પાલિતાણા. મુનિ મિત્રાનંદસાગર ૨. જૈન પરંપરાને ઇતિહાસ, ભા. ૨ પૃષ્ઠ ૧૦૦. ૩. જૈન પરંપરાને ઇતિહાસ, ભા. ૭ પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy