________________
[૧૬]
ઉપકારીનું ઋણ વાળવાની અમૂલી અને સોનેરી તકને સમયસર ઝડપી લીધી છે. આ શુભ કાર્યમાં મુનિશ્રીએ મને પણ સહભાગી બનાવ્યા એ મારા સૌભાગ્યની જ કોઈ નિશાની હશે.
પ્રસ્તુત ગ્રન્થ–
આ ગ્રન્થને વિષય છે “ઈતિહાસ, સામાન્ય રીતે ઈતિહાસ લખ એ વિકટ કાર્ય છે; પરંતુ લોકભાગ્ય શૈલીમાં અને સામાન્ય જનતા પણ ઇતિહાસ જેવા નીરસ અને શુષ્ક વિષયના વાચન તરફ પ્રેમાય એવી સરળ અને સાદી ભાષામાં ઇતિહાસ આલેખ એ તો અત્યંત વિકટતાભર્યું કાર્ય છે. કહેવું જોઈએ કે ત્રિપુટજી મહારાજાએ આ ઈતિહાસ એવી સરળ શૈલીમાં રજૂ કર્યો છે કે એને વિદ્વદ્વર્ગમાં તો ખરું જ, પણ સામાન્ય જનતામાં પણ અપૂર્વ અને અનેરું સન્માન મળ્યું છે. અત્યાર સુધીમાં લખાયેલા જૈન ઇતિહાસમાં ત્રિપુટીજી મ. લિખિત ઇતિહાસ ઘણો જ પ્રમાણભૂત, આધારભૂત અને વ્યસ્થિત ગણાય છે. આ ગ્રન્થમાં સ્થાને સ્થાને એમણે મૂકેલાં આધારસ્થળે અને સાક્ષી - પાઠે જોયા પછી એમ કહેવાનું મન રોકી શકાતું નથી કે એમણે આ કાય પાછળ પિતાનું સમગ્ર ચેતનાતંત્ર જ નહીં, પોતાનું સમગ્ર અરિતત્વ પણ કામે લગાડી દીધું છે.
આ ઇતિહાસ ગ્રન્થની એક વિશેષતા તરફ પણ ધ્યાન ગયા વિના રહેતું નથી; એ છે એમની ઇતિહાસ પ્રત્યેની અવિહડ અને અડગ વફાદારી. સામાન્ય રીતે સારા સારા ગણાતા લેખકોએ પણ ઘણીવાર ઇતિહાસને પિતાની અંગત માન્યતાઓના ઢાળામાં ઢાળવાનો અને પિતાના વ્યક્તિગત પૂર્વાગ્રહોના પિંજરામાં પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવા ઘણું કમનસીબ દાખલા મળી આવે છે ત્યારે ત્રિપુટી મહારાજેએ એ દૂષણેથી પર રહી ઈતિહાસને ઈતિહાસની દષ્ટિએ જ આલેખીને એક ઉજજવળ દૃષ્ટાન પૂરું પાડયું છે, એ માત્ર ધન્યવાદને જ પાત્ર નથી, સાથોસાથ ગૌરવને પાત્ર પણ છે. અવસરે ઈતિહાસવિદોને દાવો કરીને ઈતિહાસને અભડાવતા તની ઝાટકણી કાઢવાનું પણ ત્રિપુટી મહારાજે ચૂક્યા નથી, એ એમની ઇતિહાસ પ્રત્યેના પ્રેમ અને વફાદારીની જ અભિવ્યક્તિ છે. ઇતિહાસને થતા કોઈ પણ પ્રકારનો અન્યાય ત્રિપુટીજીની દષ્ટિએ ક્ષત્તવ્ય નથી. ઈતિહાસને કરાતા અન્યાય બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org