________________
૧૨૬] જૈન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ આ મંત્રને નિયમ એ હતું કે, આ મંત્ર નિરંતર બલિબાકુલા અને આરતી વગેરે વિધિ સાથે જાપ કરવાથી ૬ મહિને સિદ્ધ થાય. જાપની સમાપ્તિ સમયે ધરણેન્દ્ર નાગરૂપે આવી સામે ઊભે રહે ત્યારે સાધક નીડર બની રહે અને તેની જીભ સાથે જીભ મેળવે તે ધરણેન્દ્ર પ્રત્યક્ષ થઈ શ્રાવકને વરદાન આપે.
બંને પંન્યાસોએ સુરતના શેઠ શાંતિદાસને કહી રાખ્યું કે, અમારી જાવિધિને છ મહિના પૂરા થાય તેને બરાબર બીજે દિવસે સવારે તમે જાતે જ આવીને હાજર થજે.
પંન્યાએ છ મહિના સુધી વિધિપૂર્વક જાપ કર્યો. છ મહિના પૂરા થયા. બીજે દિવસે સવારે સુરતના શેઠ શાંતિદાસ આવ્યા નહીં. હાજર થયા નહીં ત્યારે ભાગ્યયોગે એવું બન્યું કે, અમદાવાદને શેઠ શાંતિદાસ ઝવેરી તે જ દિવસે તે જ અવસરે બ્રાહ્મ મુહૂર્તમાં જિનાલયમાં દર્શન કરી બંને પંન્યાસોને વાંદવા ઉપાશ્રયમાં આવ્યા. પં. મુક્તિસાગર ગણું સમજ્યા કે સુરતના શેઠ આવ્યા છે એટલે તેમણે તેમને ભોંયરામાં લઈ જઈ પોતાની સામેના આસને બેસાડી જણાવ્યું કે,
શેઠ શાંતિદાસ! ડરશે નહિ. હિંમત રાખજે. ધરણેન્દ્ર નાગરૂપે આવી તમારા શરીર ઉપર ચડે, માથા ઉપરથી આગળ ઊતરી જીભના લબકારા મારશે ત્યારે તમે તે નાગરાજની જીભ સાથે પોતાની જીભ અડાડી દેજે. એટલે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તમને વરદાન આપશે. પરિણામે રાજ્ય મળશે, રાજ્યનું માન, ધન, યશ અને પુત્રપરિવાર વધશે.”
અમદાવાદના શેઠ શાંતિદાસ તે કંઈ સમજ્યા વિના ચુપચાપ ભોંયરામાં જઈ ગુરુદેવની કૃપા સમજ આસન ઉપર બેસી ગયા. પંન્યાસજીએ જાપ શરૂ કર્યો. ધરણેન્દ્ર નાગરૂપે આવી શરીર ઉપર ચડ્યો. જીભના લબકારા મારવા લાગ્યો. પણ આ શાંતિદાસે બીકથી પોતાની જીભ બહાર કાઢી નહીં. ધરણેન્દ્ર તરત નીચે ઊતરી અદશ્ય થઈ ગયે.
પં. મુક્તિસાગર ગણીએ કહ્યું, “શાંતિદાસ! તમે જીભ કાઢી નાગની જીભ સાથે મેળવી લેત તો અહીંના રાજા બનત. પણ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org