________________
૧૦૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૬૭૮ પ૦ સુ. ૨ ના રોજ સમ્યકત્વ ઉપર પદ્યમાં ગુજરાતી
સંગ્રામસૂરકથા” રચાઈ અને પં. શ્રી દેવચંદ્રગણને
ભણવા માટે કર્તાએ પિતાના હાથે લખી. સં. ૧૬૮૧ પ્ર. ચ૦ સુત્ર ૯ ના રોજ અમદાવાદમાં આ૦ શ્રી
વિજયદેવસૂરિ અને આ૦ શ્રી વિજયાનંદસૂરિ એક થયા હતા ત્યારે “સટીક–સર્વજ્ઞશતક' ગ્રંથ બંનેની સમ્મતિથી અપ્રામાણિક તરીકે જાહેર થયે હતો તે અપ્રામાણિક જ રહ્યો.
(– પ્રક. ૫૫, પૃ. ૭૩૬) ભટ્ટા, શ્રી વિજ્યદેવસૂરિ કાન્હડદેશના વિજાપુરમાં જિનપ્રાસાદની પ્રતિષ્ઠા માટે જવાના હતા અને સુરત પધાર્યા ત્યારે ભટ્ટા, રાજસાગરસૂરિની પ્રેરણાથી શેઠ શાંતિદાસ ઝવેરીએ સુરતના નવાબ મીરઝા મલેકની રાજસભામાં નવાબ તથા જનેતર વિદ્વાનોની અધ્યક્ષતામાં “સર્વજ્ઞશતક ” પ્રામાણિક છે કે નહીં એ નક્કી કરવા માટે શાસ્ત્રાર્થ ગોઠવ્યો.
ત્યારે ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિ તરફથી ઉપાટ કુશળસાગર ગણું તથા પં. લાલકુશળ ગણી અને ભટ્ટા શ્રી રાજસાગરસૂરિ તરફથી પં. સત્યસૌભાગ્યગણી શાસ્ત્રાર્થ કરવા માટે નિપુણ થયા હતા. શાસ્ત્રાર્થ ચાલ્યો, જેમાં પં. સત્યસૌભાગ્યગણી નિરુત્તર બન્યા. આથી સભાએ જાહેર કર્યું કે પં. સત્યસૌભાગ્યગણી હાર્યા છે અને ઉપાટ કુશલસાગરગણી સાચા છે એટલે ભટ્ટાશ્રી વિજયદેવસૂરિનો પક્ષ જીત્યા છે અને ભદ્રા શ્રી વિજયદેવસૂરિ સં. ૧૬૮૬-૮૭ ના ચિત્ર સુત્ર ૮ ના રોજ સુરતથી વિહાર કરી કુંભારિયા પધાર્યા અને પછી ધીમે ધીમે દક્ષિણમાં વિજાપુર તરફ ગયા.
(પ્રક. ૫૫, પૃ૦ ૭૩૬ થી ૭૩૮) સં. ૧૬૮૯ મહ૦ શ્રી વિનયવિજયગણીએ ચાતુર્માસ કરી ભટ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org