________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ
[૯૭
આ ગ્રંથના લેખકા મુનિ દશનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી અને મુનિ ન્યાયવિજયજી ત્યારે ધોલેરા બંદરમાં હતા. અમદાવાદના ધર્મપ્રેમી શ્રાવક વીરચંદ્ન ભગત આ સંઘના પડાવની અગાઉથી વ્યવસ્થા કરતા હતા. તેમણે આ ત્રિપુટી મહારાજને સંઘમાં પધારવા વિન'તી કરી. તથા પૂ॰ શાંતમ્રુતિ સિદ્ધિવિજયના શિષ્ય મુનિ કલ્યાણવિજયજીએ પણ સંઘમાં સાથે આવવા આગ્રહ કર્યાં. અને અમે સૌ ધેાલેરા અંદરથી સ`ઘમાં સાથે જોડાયા.
આગમપ્રણ આ॰ શ્રી સાગરાન દસૂરીશ્વરજી વગેરે મુનિવરા અને સંઘપતિ વગેરે શ્રાવકે ચાતુર્માસ પાલિતાણામાં રહ્યા. આ વર્ષે પાલિતાણામાં પૂર્વ મુનિ કાંતિવિજયજી, પૂ॰ મુનિ પુણ્યવિજયજી વગેરે મુનિવરા પણ પાલિતાણામાં ચાતુર્માસ રહ્યા હતા. આથી સંઘમાં ઘણા આનંદ વતી રહ્યો.
પૂ॰ આ॰ સાગરાનંદસૂરિએ સ૦ ૧૯૭૨માં પાટણના ચાતુર્માસથી મુનિરાજોને આગમનું જ્ઞાન આપવા માટે આગમવાચના ચાલુ કરી હતી તે સં૰૧૯૭૬ના પાલિતાણાના ચાતુર્માસમાં પણ આગમ
વાચના આપવાના હતા.
તેથી ઘણા મુનિવરા, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓ આગમનું પઠન અને શ્રવણુ કરવા માટે અહીં ચામાસુ` રહ્યાં હતાં. આ॰ શ્રી સાગરાનંદસૂરિજીએ પાલીતાણાના આ ચાતુર્માસમાં (૧) શ્રી એઘ નિયુક્તિ, ( ૨ ) પિડનિયુક્તિ, (૩) સામાચારીગ્રંથ, (૪) ભગવતીશતક ૧ થી ૮, ( ૬ ) શ્રી પન્નવા સૂત્ર પદ ૧ થી ૩૩ વગેરે. આગમાની વાચના આપી. આ ગ્રંથના લેખક શ્રી ત્રિપુટી મહારાજે પણ આ આગમવાચનાના લાભ લીધા હતા.
સંઘપતિના પુત્ર તથા તેની ધર્મ પત્નીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. તેમનાં નામ અનુક્રમે જિતેન્દ્રવિજયજી તથા સાધ્વીજી જયપ્રભાશ્રીજી છે.
યુનિ શ્રી, જિતેન્દ્રવિજયજીએ પૂનામાં ‘ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની સંસ્થા સ્થાપના કરી છે. સાધ્વીજી જયપ્રભાશ્રીજીના ઉપદેશ, થી સ′૦ ૨૦− વૈ શુ૦ ૧૩ના રાજ મેરઠ સદરમાં મહાપ્રતિષ્ઠામાં ભગ॰શ્રી મહાવીરસ્વામીની જિનપ્રતિમા પધરાવવામાં આવી છે. આ પ્રતિમા આજે સંઘના મેાટા જિનાલયમાં બિરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org