________________
સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૯૫ ભટ્ટાશ્રી વિજયજિનેન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૬૦ ના વૈ૦ સુત્ર ૫ ને સેમવારે સુરતમાં શા. પ્રેમચંદ ઝવેરચંદ સુરતી ઓશવાલ વગેરેની જિનપ્રતિમાઓની તથા સુરતમાં બીજા ઘણું જેનોની ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી.
(–એપ્રિચાફિયા ઇંડિકા, ભા. ૨, લેટ નં. ૪ ) ૫. ઇચ્છાકુંડ –
સુરતના ઇચ્છાભાઈ નિહાલચંદ શ્રીમાલીએ સં૧૮૬૧ના માગશર સુદિ ૩ ને બુધવારે ઠા. ઉન્નડજી ગોહિલના સમયે શ્રી શત્રુંજય તીર્થ ઉપર અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના પટ્ટધર, ભટ્ટા શ્રી કીર્તિસાગરસૂરિના પટ્ટધર ભટ્ટા, શ્રી પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ઈચ્છાકુંડ બનાવ્યો. ૬. સંધપતિ શેઠ ડાહ્યાભાઈનો ગોડીજીનો સંધ–સં. ૧૮૬૨
સુરતના સંઘપતિ શેઠ ડાહ્યાભાઈ એ સં. ૧૮૬૨માં સુરતથી મરવાડા ગોડીજી પાર્શ્વનાથને છરી પાળા યાત્રા સંઘ કાઢો હતા. તેઓ અમદાવાદમાં નગરશેઠ વખતચંદને મળ્યા હતા. તેમણે સંઘમાંથી પાછા સુરત આવી વડાચૌટામાં નગરશેઠની પોળમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મેટું જિનાલય બંધાવ્યું. ૭. સંધપતિ શેઠ ધરમચંદ ઉદયચંદ
સુરતના સંઘપતિ શેઠ ધરમચંદ ઉદયચંદ છરી પાળતા બે યાત્રાસંઘે કાઢયા હતા.
(૧) સં. ૧૯૪પમાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી મેહનલાલજી મ૦ ના ઉપદેશથી શ્રી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો, જેમાં લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીઓ સાથે હતાં અને લગભગ ૧૪૪૦ શ્રાવક-શ્રાવિકાઓ હતાં.
(૨) સં. ૧૯૪માં સુરતથી શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો. ૮. શેઠ અભયચંદ સ્વરૂપચંદ
આગમપ્રજ્ઞ આગમેદ્ધારક પૂર આવ શ્રી આનંદસાગરસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org