________________
[ ૬૧
સત્તાવન]
ભટ્ટારક વિજયદાનસૂરિ સિદ્ધિચંદ્ર આગરાથી નીકળી માલપુરા આવ્યા હતા અને ત્યાં ચાતુર્માસ કર્યું હતું.
બાદશાહ જહાંગીરે પં. સિદ્ધિચંદ્રને આગરા બોલાવ્યા તેથી ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ ફરીથી ત્યાં ગયા હતા.
મહ૦ શ્રી ભાનચંદ્રગણી અને પં સિદ્ધિચંદ્ર ગણના ઉપદેશથી શેઠ બાગલાલ વગેરે શ્રીસંઘે માલપુરામાં શ્રી ચંદ્રપ્રભુનો મેટા જિનપ્રાસાદ બંધાવેલો અને જગદગુરુની દાદાવાડી બનાવવા માટેની પણ વ્યવસ્થા રાખી હતી. મહોપાધ્યાયજી આગ્રાથી ગુજરાત જતા માલપુરા આવ્યા ત્યારે તેમના હાથે જિનાલયની પ્રતિષ્ઠા થઈ અને મંદિરના શિખરે સ્વર્ણકળશ ચડાવવામાં આવ્યું.
તપાગચ્છના ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિના આઝાવતી પં. શ્રી જયસાગર ગણીના ઉપદેશથી માલપુરાના શ્રીસંઘ સં. ૧૯૭૮માં ત્યાં ભ૦ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમાનું પરિકર બનાવી તેમની પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિના હસ્તક સં. ૧૬૯૦ના જેઠ વદિ ૧૧ના રોજ જગદગુરુ આશ્રી વિજયહીરસૂરિની પ્રતિમાની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરાવી હતી.
આ ગુરુપ્રતિમા આજે અહીં જિનમંદિરમાં વિદ્યમાન છે. વિજ્યગચ્છની જનોએ વિજયગચ્છના ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ભગત શ્રી મુનિસુવ્રતસ્વામીનો મેટો જિનપ્રાસાદ બનાવ્યા હતું. તેમાં સં. ૧૬૯૬ના વિ૦ સુ. ૧૨ને ગુરુવારે ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિના આઝાવતી પં. શ્રી લબ્ધિચંદ્રગણુના હાથે શ્રીસંઘે મૂળનાયકની પ્રતિષ્ઠા કરાવી.'
આ૦ શ્રી વિજયસિંહસૂરિ સં. ૧૭૦૦ થી ૧૭૦પમાં કિસનગઢ, માલપુર, બુંદી, ચવલેશ્વર વગેરે સ્થળોમાં વિચર્યા હતા.
અમે જયપુરથી વિહાર કરી સં. ૧૯૮૦ (?) માલપુરા ગયા હતા ત્યારે ત્યાં જિનાલયે વિદ્યમાન હતાં. (૧) તપાગચ્છને ભગ0 શ્રી
(૧) ૬૧- મહેદેવચંદ્રગણું, ૬-ઉપ૦ હીરચંદ્રગણી ૬૩–પં. જિનચંદ્રગણ, ૬૪ પં. લબ્ધિચંદ્રગણું
(જૈનસત્ય પ્રકાશ ક્રમાંક : ૫૦-૬૦, ૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org