________________
[૬૧]... આવ્યાં છે (૪૩૯). સારાંશ કે દ્રવ્ય અને પર્યાયનો અભેદ છે, એવું સૂચન આમાં છે. તેથી જ ગ્રંથકારે દ્રવ્યના પ્રકાર માટે પણ પર્યાય શબ્દ વાપર્યો છે (૪૩૯, ૫૦૧). આ વસ્તુ આચાર્ય મલયગિરિએ પણ નોંધી છે.
આમ દ્રવ્ય અને પર્યાયનો અભેદ છતાં ગ્રંથકારને એ પણ સ્પષ્ટ કરવું હતું કે દ્રવ્ય અને પર્યાયનો ભેદ પણ છે, અને કોઈ એક જ દ્રવ્યને આ બધા પર્યાયો-પરિણામો નથી : આ બાબતની સૂચના જુદાં જુદાં દ્રવ્યોની સંખ્યા અને પર્યાયોની સંખ્યામાં જે ભેદ છે તે દર્શાવીને કરી છે, જેમ કે તેમણે નારકોને અસંખ્ય કહ્યા (૪૩૯), પણ નારકના પર્યાયોને અનંત કહ્યા છે (૪૪૦). જીવોને જે નાના પ્રકારો છે, તેમાં વનસ્પતિ અને સિદ્ધ એ બે જ પ્રકારો એવા છે, જેના દ્રવ્યોની સંખ્યા અનંત છે. તેથી સમગ્રભાવે છવદ્રવ્યો અનંત કહી શકાય, પણ તે તે પ્રકારોમાં તો ઉક્ત બેના અપવાદ સિવાય બધાં જ દ્રવ્યો અસંખ્યાત છે, અનંત નહિ. અને છતાં તે બધા જ પ્રકારના પર્યાયોની સંખ્યા અનંત છે તે વસ્તુ પ્રસ્તુત પદમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
ગ્રન્થકારનાં આવાં સૂચનોને આધારે જ જૈન દાર્શનિકોએ તિર્યસ્સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યની માન્યતા સ્વીકારી છે. દૈશિક ભેદોનું જે સામાન્ય છે તે તિર્યસ્સામાન્ય છે અને કાલિક ભેદોનું જે સામાન્ય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. ઊર્ધ્વતા સામાન્ય જ દ્રવ્યને નામે ઓળખાય છે. ઊર્ધ્વતા સામાન્ય એક છે અને તે અભેદજ્ઞાનમાં નિમિત્ત બને છે; જ્યારે તિર્યસ્સામાન્ય અનેક છે, અને તે સમાનતામાં નિમિત્ત બને છે. જીવસામાન્ય એ અનેક જીવોની અપેક્ષાએ તિર્યસામાન્ય છે, પણ એક જ જીવના નાના પર્યાયોની અપેક્ષાએ તે ઊર્ધ્વતા સામાન્ય છે. કાલક્રમે દાર્શનિકોએ દ્રવ્ય, પર્યાય, સામાન્ય અને વિશેષ એ બધાં વિશે અન્ય દર્શનોની તુલનામાં જે સ્પષ્ટીકરણ કર્યા છે, તેનાં મૂળ આ ગ્રંથમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને પ્રસ્તુતમાં પણ જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનું મૂળ ભગવતી જેવા અંગગ્રંથોમાં ઉપલબ્ધ છે જ. | વેદાન્તની જેમ જૈન મતે છવદ્રવ્ય એક નથી પણ અનંતસંખ્યામાં છે. એટલે જીવસામાન્ય જેવી સ્વતંત્ર એક વસ્તુ કોઈ નથી, પણ અનેક જીવોમાં જે ચૈતન્ય ધમાં દેખાય છે તે નાના છે, અને તે, તે તે જીવમાં જ પરિવ્યાપ્ત છે અને તે ધર્મો અછવથી જીવને જુદો પાડનાર છે, તેથી નાના છતાં એકસરખી રીતે અજીવથી જીવને ભિન્ન સિદ્ધ કરવાનું કાર્ય કરતા હોવાથી સામાન્ય કહેવાય છે. આ સામાન્ય તિર્યામાન્ય છે. તે એક નથી પણ નાના છે, તેથી તેની સમાનતા છતાં એકતા એ ભ્રમ છે; અથવા કલ્પિત એકતા છે – વાસ્તવિક એકતા નથી. તે જ પ્રમાણે અછવદ્રવ્ય કોઈ જુદું એક દ્રવ્ય નથી, પણ અનેક અછવદ્રવ્યો-અચેતનદ્રવ્યો છે, તે બધાં જીવથી જુદાં છે માટે તે અર્થમાં તેમની સમાનતા અછવદ્રવ્ય કહેવાથી વ્યક્ત થાય છે, તેથી તે સામાન્ય અછવદ્રવ્ય તિર્યામાન્ય છે. આ તિર્યક્રસ્સામાન્યના પર્યાયો-વિશેષો–ભેદો તે પ્રસ્તુતમાં જીવ અને અજીવના પર્યાયો-વિશેષ-ભેદો છે (૪૩૯, ૫૦૧) એમ સમજવાનું છે.
પણ જૈન મતે કોઈ પણ એક દ્રવ્ય અનેક રૂપે પરિણત થાય છે, જેમ કે કોઈ એક છવદ્રવ્ય નારકાદિ અનેક પરિણામોને ધારણ કરે છે. આ પરિણામો કાળક્રમે બદલાયા કરે છે, પણ છવદ્રવ્ય ધ્રુવ છે, અર્થાત તેનો જીવરૂપે કદી નાશ થતો નથી, નારકાદિ પર્યાયોરૂપે નાશ થાય છે. અનેક
૧. ટીકા, પત્ર ૧૭૯ ૨, ૨૦૨ મ. ૨. આ વિષયની ચર્ચા માટે જુઓ ન્યાયાવતારવાર્તિકવૃત્તિની પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૫-૩૧; અને આગમ યુગકા
જૈન દર્શન, પૃષ્ઠ ૭૬-૮૬. ૩. આવી કલ્પિત એકતાની દષ્ટિએ જ સ્થાનાંગમાં આવતાં “ને ગયા” ઈત્યાદિ વાકયો સમજવાનાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org