________________
...[ ૫૮ ]...
ચોથું ‘સ્થિતિ’ પદ : જીવોની સ્થિતિ=આયુ
ચોથા પદમાં નાના પ્રકારના જીવોની સ્થિતિ અર્થાત્ આયુનો વિચાર છે. ૧ જીવોની તે તે નારકાદિરૂપે સ્થિતિ—અવસ્થાન કેટલો કાળ હોય તેની વિચારણા આમાં હોવાથી આ પદનું નામ ‘ સ્થિતિ ’પદ છે. અર્થાત્ આમાં વોના જે વિવિધ પર્યાયો છે, તેના આયુનો વિચાર છે. જીવદ્રવ્ય તો નિત્ય છે, પણ તે જે નાના રૂપો—નાના જન્મ ધારણ કરે છે તે પર્યાયો તો અનિત્ય છે, તેથી તે ક્યારેક તો નષ્ટ થાય જ છે. આથી તેમની સ્થિતિનો વિચાર કરવો પડે છે. અને તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે. જધન્ય આયુ કેટલું અને ઉત્કૃષ્ટ આયુ કેટલું એમ એ પ્રકારે તેનો વિચાર પ્રસ્તુતમાં છે. આમાં માત્ર સંસારી જીવોને જ આયુ હોઈ તેમના ભેદોનો વિચાર છે. સિદ્દો તો આવીયા અવનવસિતા ’——(વૃષ્ટ ૭૮, વૈં. ૨૪, સૂત્ર ૨૨૨) કથા છે, તેથી તેમના આયુનો વિચાર અપ્રાપ્ત હોઈ તે કર્યાં નથી. વળી, અજીવદ્રવ્યના પર્યાયોની સ્થિતિનો વિચાર પણ આમાં નથી. કારણ, તેમના પર્યાયો જીવના આયુની જેમ અમુક મર્યાદામાં કાલની દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી, તેથી તે વિચાર છોડી દેવામાં આવે તે સ્વાભાવિક છે.
પ્રસ્તુત પદમાં આયુનો નિર્દેશક્રમ આ પ્રકારે છે : પ્રથમ તે તે જીવોનો સામાન્ય પ્રકાર લઈ ને તેના આયુનો નિર્દેશ છે; પછી તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદોનો નિર્દેશ છે, જેમ કે પ્રથમ સામાન્ય નારકનું આયુ, પછી નારકના અપર્યાપ્તનું અને ત્યાર પછી પર્યાપ્તનું આયુ નિષ્ટિ છે. આજ ક્રમે એકેક નારક આદિ લઈ તે સર્વ પ્રકારના જીવોનો આયુવિચાર છે.
નીચે અપાતી સૂચીમાં સામાન્યનું આયુ આપવામાં આવ્યું છે, પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદોને આપ્યા નથી. વળી, આયુનો વિચાર જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે, તેથી તે બન્ને પ્રકારની સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી પણ એ તો ફલિત થાય જ છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુ ઓછું છે. નારક અને દેવોનું આયુ મનુષ્ય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનું આયુ સૌથી ઓછું માનવામાં આવ્યું છે તે, અગ્નિ ઓલવાઈ જતો અનુભવમાં આવે છે, તે ઉપરથી જણાય છે. એ કેન્દ્રિયમાં પૃથ્વીકાયિકનું આયુ સૌથી વધારે છે, પણ દ્વીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિયનું આયુ ઓછું માનવા પાછળ શું કારણ હશે તે જણાતું નથી. વળી, ચતુરિન્દ્રિયનું આયુ ત્રીન્દ્રિય કરતાં વધારે છે, પણ દ્રીન્દ્રિય કરતાં ઓછું છે, એ પણ રહસ્ય છે.
જય
દશ હજાર વર્ષ
જીવભેદ
૧. નારક (૩૩૫)
(૧) રત્નપ્રભા (૩૩૬)
(૨) શર્કરાપ્રભા (૩૩૭) (૩) વાલુકાપ્રભા (૩૩૮) (૪) પંકપ્રભા (૩૩૯)
33
૧ સાગરોપમ
૩
છ
""
Jain Education International
29
ઉત્કૃષ્ટ
૩૩ સાગરોપમ
૧
૩
७
૧૦
""
For Private & Personal Use Only
,,
27
૧. ખંડાગમમાં કાલાનુગમ નામે આ જ વિચાર છે (પુ૰ ૭, પૃ૦ ૧૧૪ અને ૪૬૨). ભેદ એ છે કે ગત્યાહ્ન ૧૪ દ્વારો વડે એકેક જીવનો અને નાના જીવોની અપેક્ષાએ પણ વિચાર છે. આ વિચારની તુલના ઉત્તરા॰, ૩૬. ૮૦ આદિમાં સંતતિની અપેક્ષાએ જે કાલવિચાર છે તેની સાથે છે.
22
૨. નારકોમાં પ્રથમાદિ પૂર્વનારકનું જે ઉત્કૃષ્ટ આયુ તે જ પછીના દ્વિતીયાદ નારકમાં જધન્ય મનાયું છે. તે ઉપરની સૂચીથી ફલિત થાય છે.
www.jainelibrary.org