________________
[૫૪].. આ સૂચી ઉપરથી જે કેટલીક બાબતો ફલિત થાય છે તે આ પ્રમાણે છે–તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય બતાવવાનો આ પ્રકારે પ્રયત્ન કર્યો છે તે મુખ્ય બાબત છે. વળી, પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા–પછી તે મનુષ્ય હોય દેવ હોય કે તિર્યંચ હોય–વધારે માનવામાં આવી છે. અધોલોકમાં નારકોમાં પ્રથમથી સાતમી નરકમાં ક્રમે ઘટે છે. એટલે કે સૌથી નીચેના નરકમાં સૌથી ઓછા છવો છે. આથી ઊલટો ક્રમ ઊર્ધ્વલોકના દેવોમાં છે; તેમાં સૌથી નીચેના દેવોમાં સૌથી વધારે જીવો છે એટલે કે સૌધર્મમાં સૌથી વધારે અને અનુત્તરમાં સૌથી ઓછા છે. પણ મનુષ્યલોકની નીચે ભવનવાસી દેવો છે તેથી તેમની સંખ્યા સૌધર્મ કરતાં વધારે છે અને તેથી ઊંચે છતાં વ્યંતર દેવો સંખ્યામાં વધારે અને તેથી પણ વધારે જ્યોતિષ્ઠો છે, જેઓ વ્યંતર કરતાં પણ ઊંચે છે.
સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે, તેથી તે ભવ દુર્લભ ગણાય તે સ્વાભાવિક છે. જેમ ઇન્દ્રિયો ઓછી તેમ જીવોની સંખ્યા વધારે અથવા તો એમ કહી શકાય કે વિકસિત જીવો કરર્તા અવિકસિત જીવોની સંખ્યા વધારે. અનાદિ કાળથી આજ સુધીમાં જેમણે પૂર્ણતા સાધી છે એવા સિદ્ધના જીવોની સંખ્યા પણ એકેન્દ્રિય જીવો કરતાં ઓછી જ છે. સંસારીની સંખ્યા સિદ્ધોથી વધી જ જાય છે. તેથી લોક સંસારી જીવથી શન્ય થશે નહિ, કારણ, પ્રસ્તુતમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પરિવર્તન થવાનું નથી; એ ધ્રુવસંખ્યાઓ છે.
સાતમી નરકમાં અન્ય નરક કરતાં સૌથી ઓછા નારક છવો છે, તો સૌથી ઊંચા દેવ. લોક અનુત્તરમાં પણ અન્ય દેવલોક કરતાં સૌથી ઓછા જીવો છે. તે સૂચવે છે કે જેમ અત્યંત પુણ્યશાળી થવું દુષ્કર છે, તેમ અત્યન્ત પાપી થવું પણ દુષ્કર છે. પણ જીવને જે ક્રમિક વિકાસ માનવામાં આવ્યો છે તે પ્રમાણે તો નિકૃષ્ટ કોટિના જીવો એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જીવો ક્રમે વિકાસ પામે છે.
એકેન્દ્રિય અને સિદ્ધોની સંખ્યા અનંત કોટિમાં પહોંચે છે. અભવ્ય પણ અનંત છે, અને સિદ્ધ કરતાં સમગ્રભાવે સંસારીની સંખ્યા પણ અધિક છે. અને તે સંગત છે. કારણ, અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધ થવાના છે; તે ઓછા હોય તો સંસાર ખાલી થઈ જશે એમ માનવું પડે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ક્રમે જીવોની સંખ્યા ઘટે છે–આ ક્રમ અપર્યાપ્તમાં (નં. ૪૯-૫૩) જળવાયો છે, પણ પર્યાપ્તમાં વ્યક્રમ જણાય છે (નં. ૪૪–૪૮). તેનું રહસ્ય જાણવામાં નથી.
સમય જીવોનું સંખ્યાબત તારતમ્ય ૧. ગર્ભજ મનુષ્ય પુરુષાર સર્વથી થોડા ૨. મનુષ્ય સ્ત્રી (સંખ્યાતગુણ અધિક) ૩. બાદર તેજ:કાય
(અસંખ્યાતગુણઅધિક) ૪. અનુત્તરોપપાતિકદેવ
(અસંખ્યાત , )
૨. મનુષ્યમાં સ્ત્રી-પુરુષનો ભેદ ધ્યાનમાં લીધો છે, પણ નપુંસક વિષે મૌન સેવ્યું છે, જોકે સંમછિમ મનુષ્ય,
જેઓ નપુંસક છે, તેમને જુદા ગણ્યા છે. જુઓ અંક ૨૪. ૩. સંખેય કોટી ૪ કોટી-એવી સંખ્યા ટીકાકારે સુચવી છે. અને પછીના માટે પણ સંખ્યા અને તેની સંગતિ
ટીકાકાર સૂચવે છે તે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. ૪. ટીકાકારે પુરુષ કરતાં સ્ત્રીની સંખ્યા ૨૭ ગણું વધારે જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org