________________
...[ પર ]...
પ્રશ્ન થાય કે અવના સ્થાન વિષે વિચાર કેમ નથી કર્યું? એમ જણાય છે કે જેમ જીવોના પ્રભેદોમાં અમુક નિશ્ચિત સ્થાન કલ્પી શકાય છે તેમ પુદ્ગલ વિષે નથી. પરમાણુ અને સ્કંધો સમગ્ર લોકાકાશમાં છે અને તેમનું સ્થાન કોઈ નિશ્ચિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં હોય એમ સંભવે છે—જોકે પાંચમા પદ્મમાં તેમની અવગાહનાનો અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. એક રીતે તે તેમના સ્થાનનો વિચાર કહી શકાય. પણ ‘સ્થાન'માં જે પ્રસ્તુતમાં અભિપ્રેત છે તેવું નિશ્ચિત કોઈ સ્થાન પુદ્ગલો વિષે કલ્પી શકાતું નથી. તેથી તેમના સ્થાન વિષે પ્રસ્તુતમાં ચર્ચા જરૂરી નથી. વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના સ્થાનની જુદી ચર્ચા જરૂરી નથી, કારણ, પ્રથમ એને તો સમગ્રલોકવ્યાપી માનવામાં આવ્યા છે અને આકાશ તો અનંત છે. એટલે પ્રસ્તુતમાં છે તેવી ચર્ચા તેમને વિષે જરૂરી નથી.
ષખંડાગમમાં જીવોના સ્થાન-ક્ષેત્રની ચર્ચા આવે છે, પણ તેમાં જીવોનું ક્રમે કરી પ્રજ્ઞાપનાની જેમ નહિ પણ ગતિ આદિના ભેદોમાં નિરૂપણ છે. પુસ્તક ૭, પૃ૦ ૨૯૯થી ખેત્તાણુગમના પ્રકરણમાં આ ચર્ચા છે, તેમાં પણ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્ધાતને લઈ ને સ્થાનક્ષેત્રનો વિચાર છે.
*
ત્રીજું ‘મહુવક્તવ્ય ’પદઃ જીવો અને અજીવોનું સંખ્યાગત તારતમ્ય
પ્રસ્તુત તીજા પદમાં તત્ત્વોનો સંખ્યાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરના સમયમાં અને ત્યાર પછી પણ તત્ત્વોનો સંખ્યાવિચાર મહત્ત્વ ધરાવે છે. ઉપનિષદોમાં સમગ્ર વિશ્વ એક જ તત્ત્વનો પરિણામ કે વિવર્ત છે એવો મત એક તરફ છે, તો ખીજી તરફ જીવો અનેક પણ અજીવ એક જ એવો સાંખ્યોનો મત છે. બૌદ્દો ચિત્ત અનેક માને છે અને રૂપ પ અનેક માને છે. આ વિષે જૈન મતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તે આ પદમાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનોમાં માત્ર સંખ્યાનું નિરૂપણ છે, જ્યારે પ્રસ્તુતમાં તે સંખ્યાનો વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે. મુખ્ય વિચારતંતુ તારતમ્યનું નિરૂપણ એટલે કોણ કોનાથી ઓછા કે વધારે છે, તે છે, પરંતુ પ્રસ્તુતમાં એ વિચારણા અનેક રીતે કરવામાં આવી છે.
પ્રથમ પૂર્વાદિમાંથી કઈ દિશામાં જીવો વધારે છે અને કઈ દિશામાં ઓછા–એમ દિશાને આધારે વિચારણા છે. વળી, તેમાંની કઈ દિશામાં તે તે પ્રકારના જીવોમાં ઓછા-વધતા છે તેનો વિચાર છે, એટલું જ નહિ પણ જીવોના તે તે પ્રકારના ભેદ-પ્રભેદોમાં પણ પરસ્પર કઈ દિશામાં ઓછા વધતા છે, તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે (૨૧૩–૨૨૪).
તે જ પ્રમાણે ગતિ (૨૨૫), ઇન્દ્રિય (૨૨૭), કાય (૨૩૨), યોગ (૨૫૨) ઇત્યાદિ અનેક રીતે જીવોના જે પ્રકારો છે તેમાં સંખ્યાનો વિચાર કરીને છેવટે સમગ્ર જીવોના જે વિવિધ પ્રકારો છે તેમાં કયો પ્રકાર ક્રમમાં સૌથી ઓછીસંખ્યાવાળો અને સંખ્યાક્રમે ઉત્તરોત્તર ક્યા જીવો વધારે છે અને છેવટે સૌથી વધારે કોણ છે તે રીતનો સમગ્ર વોનો સંખ્યાક્રમ નિર્દિષ્ટ છે (૩૩૪).
માત્ર જીવોનું જ નહિ પણ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોનું પણ પરસ્પર સંખ્યાગત તારતમ્ય નિરૂપવામાં આવ્યું છે અને તે તારતમ્ય દ્રવ્યદૃષ્ટિએ (૨૭૦) અને પ્રદેશદષ્ટિએ વિચારાયું છે (૨૭૧), પરસ્પર ઉપરાંત તે તે ધર્માસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યમાં પણ ઉક્ત એ દૃષ્ટિથી સંખ્યાવિચાર છે (સૂત્ર ૨૭૨). અને છેવટે બન્ને દૃષ્ટિએ યે દ્રવ્યોના તારતમ્યનું નિરૂપણુ છે (૨૭૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org